દિલ્હી દ્વારકા બિલ્ડિંગમાં આગ

દિલ્હીમાં આગથી બચવા સાતમાં માળેથી પિતા અને બે બાળકોએ લગાવી છલાંગ.

દિલ્હીમાં આગથી બચવા સાતમાં માળેથી પિતા અને બે બાળકોએ લગાવી છલાંગ, ત્રણેયના મોત 1 - image

દિલ્હીના દ્વારકામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આગથી બચવા માટે પિતા અને તેમના બે બાળકોએ બિલ્ડિંગથી કૂદકો મારી દીધો હતો. જે બાદ સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા. 

Delhi: Father, 2 Kids Jump From 7th Floor To Escape Huge Dwarka Building  Fire; Die | Times Now

આજે સવારે ૧૦:૦૦ વાગ્યે દિલ્હી ફાયર વિભાગને દ્વારકા સેક્ટર ૧૩ ની બિલ્ડિંગમાં આગની સૂચના મળી હતી. જે બાદ ફાયર વિભાગની ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ફ્લેટમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. જો કે, બિલ્ડિંગના આઠમ માળે એક પિતા અને તેમના બે બાળકો ફસાઈ ગયા હતા. 

Delhi Building Flat Fire Accident Video Update | Dwarka Shabd Apartment |  दिल्ली में अपार्टमेंट के सातवें फ्लोर पर आग लगी: दो बच्चों और पिता ने  बालकनी से छलांग लगाई; तीनों की

આગથી બચવા માટે ભાઈ-બહેને બાલ્કનીમાંથી કૂદકો મારી દીધો. બાળકોને કૂદતા જોઈ પિતા યશ યાદવે પણ પડતું મૂક્યું. ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા અને તેમને સારવાર માટે IGI હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ડોકટરે ત્રણેયને મૃત જાહેર કર્યા. 

Dwarka Fire Tragedy: Father And Two Children Die After Jumping From Burning  Building

યશ યાદવના પત્ની અને તેમના મોટા પુત્રને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. જો કે ઈજાગ્રસ્ત હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *