અમદાવાદ સહિતના રાજ્યના શહેરોમાં આરોપીઓએ કરેલા ગેરકાયદે બાંધકામ તોડી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં કુખ્યાત આરોપી નઝીર વોરાએ જુહાપુરામાં દબાણ કરેલા ૩,૨૯૨ ચોરસ મીટરના પ્લોટમાં ડિમોલિશન કરાયું છે.
રાજ્યભરમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી રહ્યા છે. આરોપીઓ સામેની બુલડોઝર કાર્યવાહી યથાવત છે, ત્યારે અમદાવાદ સહિતના રાજ્યના શહેરોમાં આરોપીઓએ કરેલા ગેરકાયદે બાંધકામ તોડી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં કુખ્યાત આરોપી નઝીર વોરાએ જુહાપુરામાં દબાણ કરેલા ૩,૨૯૨ ચોરસ મીટરના પ્લોટમાં ડિમોલિશન કરાયું અને નઝીર વોરાનુ ઝુબેદા હાઉસ તોડી પડાયું છે. ૧૨ વર્ષથી નઝીર વોરાએ આ પ્લોટ પર કબજો કર્યો હતો, જેને ખાલી કરાવાયો છે. આણંદમાં પણ પોલીસે દબાણકારો પાસેથી ૬૦૦ ગુંઠા જમીન મુક્ત કરાવી, અહીં ૨૫૦ થી વધુ કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા છે.
ભાવનગરમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન કામગીરી કરી, જ્યાં ધોબી સોસાયટીથી બોરતળાવ સુધીના દબાણો હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છના અંજારમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્ચા છે. કચ્છમાં આરોપી મુસ્તાકે સરકારી જમીન પર બનાવેલું મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યું છે તેમજ જૂનાગઢના સુખનાથ ચોકમાં ગેરકાયદે બાંધકામ કરીને બનાવાયેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી છે.