ગુજરાતમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસો અને આગામી દિવસોએ યોજાનાર રથ યાત્રાને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી અપીલ.
ગુજરાતમાં સતત વધી રહેલ કોરોના કેસોની વચ્ચે વચ્ચે હવે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આ તરફ હવે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. મહત્વનું છે, અમદાવાદમાં આગામી દિવસોએ રથયાત્રા યોજાનાર છે. આ તરફ હવે ઋષિકેશ પટેલે કહ્યું છે કે, બિમાર વ્યક્તિઓને રથયાત્રામાં ન જવા સૂચના અપાઇ છે. આ સાથે ટીવી સ્કિન પર જ દર્શન કરવા વિનંતી કરાઇ છે. નોંધનીય છે કે, મેટ્રોસિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઈ રહ્યો હોઇ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારા વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, બીમાર વ્યક્તિઓને રથયાત્રામાં ન જવા સૂચના અપાઇ છે. આ સાથે ટીવી સ્કિન પર જ દર્શન કરવા વિનંતી કરાઇ. તેમણે ઉમેર્યું કે, કોરોના કેસમાં થયેલ વધારા અંગે સરકાર દ્વારા ખાસ ધ્યાન અપાયું છે. હાલમાં જે મૃત્યુ થયું છે તે તમામ કેસ કોમ્રબિટ છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થાય ત્યાં બીમાર વ્યક્તિને ન જવાની સલાહ અપાઈ છે.
ગુજરાતમાં કોરોના માથું ઉચક્યું છે, સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૨૨૩ કેસ નોંધાયા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૨૯ પર પહોંચી છે. જ્યારે ૨૩ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૦૫ દર્દીઓ રિકવર થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં ૨૩૭ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૨૨૯ કેસ નોંધાયા છે. કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવ્યું છે.