વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે.
કુલ ૬,૪૦૫ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ માત્ર રેલ્વે નેટવર્કનું વિસ્તરણ જ નહીં પરંતુ, સ્થાનિક લેવલે રોજગારી અને વ્યાપારની નવી તકો ખુલશે.
કોડરમા – બરકાકાના ડબલિંગ (૧૩૩ કિમી)
આ વિભાગ ઝારખંડની મુખ્ય કોલસા ઉત્પાદન વિસ્તારમાંથી પસાર થાય છે. પટના અને રાંચી વચ્ચે સૌથી નાનો અને કાર્યક્ષમ રેલ માર્ગ પણ છે.
બલ્લારી – ચિકજજુર ડબલિંગ (૧૮૫ કિમી)
આ લાઈન કર્ણાટકના બિલ્લારી અને ચિત્રદુર્ગ જિલ્લા તથા આંધ્ર પ્રદેશના અંનતપુર જિલ્લામાં થઈને પસાર થાય છે.
આ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ દ્વારા રેલવેની કાર્યકારી ક્ષમતા અને સેવાઓની વિશ્વસનીયતામાં નોંધપાત્ર સુધારો આવશે. આ યોજનાઓ વડાપ્રધાન મોદીના નવા ભારતના વિઝન સાથે અનુરુપ છે, જેનો ઉદ્દેશ્ય આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસ છે.
કેમ ખાસ છે આ પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ્સ રેલવે નેટવર્કમાં ૩૧૮ કિમીનો વધારો કરશે. ૭ જિલ્લાઓના ૧,૪૦૮ ગામડાઓની કુલ ૨૮.૧૯ લાખ વસ્તીને તેનો સીધો લાભ મળશે. આ માર્ગો કોલસો, લોખંડ, સ્ટીલ, સિમેન્ટ, ખાતરો, કૃષિ ઉત્પાદનો અને પેટ્રોલિયમ જેવા માલસામાનનું પરિવહન કરશે, જેનાથી વાર્ષિક ૪૯ મિલિયન ટન વધારાનો માલસામાન પરિવહન શક્ય બનશે.