પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ચૂંટણીના ઘમાસાણ વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની મુખ્યંમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી પર ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટમી પંચે મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. મળતી માહિતિ પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા આ કાર્યવાહી મમતા બેનર્જીના એક હિંદુ મુસ્લિમ વાળા નિવેદન બાદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ચૂંટણી પંચે મમતા બેનર્જીને સુરક્ષા દળો અંગે ટિપ્પણી કરવા બદલ નોટિસ મોકલી હતી. મમતા બેનર્જીએ નોટિસના જવાબમાં કહ્યું હતું કે સીએપીએફના જવાનોનું સન્માન કરે છે, પરંતુ આ દળો પર મતદારોને ડરાવવાનો અને એક ખાસ પક્ષને મત આપવા માટે મતદારોને પ્રભાવિત કરવનો ગંભીર આરપ છે.
ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે મમતા બેનર્જી 12 એપ્રિલ રાત્રે 8 વાગ્યાથી 13 એપ્રિલ રાત્રે 8 વાગ્યા સુધી કોઇ પણ માધ્યમો પર પ્રચાર નહીં કરી શકે. મમતા બેનર્જી પર ચૂંટણી પંચની આ કાર્યવાહી બાદ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને આજના દિવસને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો છે.