જો તમે પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમે સૂતા પહેલા હીંગનું પાણી પી શકો છો. તેનાથી રાત્રે ગાઢ ઊંઘ આવશે અને સવારે તમે ફ્રેશ પણ અનુભવશો.
હિંગના પાણીના ફાયદા:
આજની ભાગદોડભર્યા જીવનમાં મોટાભાગના લોકો ઊંઘની સમસ્યાથી પરેશાન હોય છે. ઊંઘ ન આવવી કે વારંવાર ઊંઘ ઉડી જવી એ લોકોમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આવી સ્થિતિમાં લોકો રાત્રે ઊંઘ લેવા માટે જાતજાતના ઉપાયો કરે છે, પરંતુ તેમ છતાં તેઓ યોગ્ય રીતે ઊંઘી શકતા નથી. જો તમે પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમે સૂતા પહેલા હીંગનું પાણી પી શકો છો. તેનાથી રાત્રે ગાઢ ઊંઘ આવશે અને સવારે તમે ફ્રેશ પણ અનુભવશો.
હીંગ માત્ર સ્વાદ માટે જ નથી, પરંતુ તેમાં ઘણા એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી-બેક્ટેરિયલ અને ડાઇજેસ્ટિવ ગુણ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. તે શરીરને શાંત કરે છે તેમજ આખા શરીરને આરામ આપે છે. રાત્રે સૂતા પહેલા તેને પીવાથી ઝડપી ઉંઘ આવે છે.
હીંગનું પાણી કેવી રીતે બનાવવું?
હીંગનું પાણી બનાવવું એકદમ સરળ છે. તેમાં કોઈ ખાસ પ્રકારની સામગ્રીની જરૂર પડતી નથી. તમે તેને માત્ર બે મિનિટમાં પણ તૈયાર કરી શકો છો. આ બનાવવા માટે સૌ પ્રથમ એક ગ્લાસ પાણી નવેશેકું ગરમ કરો. હવે તેમાં ચપટી હીંગ ઉમેરી ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો. જો તમને તેમાં ફ્લેવર જોઇતો હોય તો તેમાં એક ચમચી મધ ઉમેરી શકો છો. તમે ઊંઘવાના સમયે લગભગ ૨૦ મિનિટ પહેલાં તેને પી શકો છો.