અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. ૫૦ થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ દુર્ઘટના મામલે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે.
અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ સુધી બંધ, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો, કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતનાં સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી