અમદાવાદમાં પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની ૮ મિનિટમાં શું થયું

Ahmedabad Plane crash | Boeing again: Air India Ahmedabad-London flight  crash puts spotlight back on plane maker - Telegraph India

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા. જેમાં ૨૩૦ મુસાફરો અને ૨ પાયલટ સહિત ૧૨ ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. દેશભરમાં પ્લેનમાં સવાર લોકોની સુરક્ષાને લઈને પ્રાર્થના કરવામાં આવી રહી છે. પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની ૮ મિનિટમાં શું થયું અને કયા કારણે પાયલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો એના વિશે જાણીએ.

અમદાવાદમાં પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની 8 મિનિટમાં શું થયું, આ કારણે પાયલટને ન મળ્યો એક મિનિટનો પણ સમય 1 - image

એર ઈન્ડિયા બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન ૧૧ વર્ષ જૂન છે.

Air India sale: Debt burden on buyer to be Rs 23,286 crore

ગુરુવારે (૧૨ જૂન)ની બપોરે ૦૧:૩૦ ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ આધારે જોવા મળે છે કે ૦૧:૩૮ વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેકઑફ થઈ ચૂક્યું હતું. ટેકઑફ બાદ ૬૨૫ ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતું. જેમાં પ્લેનની ઊંડાન બાદ માત્ર ૮ મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને ૦૧”૪૦ વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનની ઊભી ગતિ જોઈએ તો, પ્લેન ૪૦૦ ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટ પણ નહોતો. 

Air India Boeing Plane Crash Ahmedabad Meghaninagar IGP Compound Accident  VIDEOS | અમદાવાદમાં પ્લેન ક્રેશનો LIVE વીડિયો: બિલ્ડિંગ પર પડતાં જ આગનો  ગોળો બની ગયું, ટેકઓફની ત્રીજી જ ...

આ વિમાન લગભગ ૬૨૫ ફૂટ ઉપર હતું, જો તે ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને પરિસ્થિતિને સંભાળવા માટે વધુ સમય મળ્યો હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. વિમાનમાં લગભગ ૫૨ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ અકસ્માતમાં પાયલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો હતો. 

Watch: Moment Air India plane crashes near Ahmedabad airport; smoke billows  from site | India News - Times of India

એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહએ કહ્યું કે, ‘મને લાગે છે કે, લોડ ફેક્ટરમાં મીસ-કેલ્ક્યુશન થયું હશે. આ સિવાય લેન્ડિંગ ગેર વ્યવસ્થિત બંધ થયો નહીં હોય. કારણને એક પ્લેનનું એકે પૈડું બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળે છે. જેથી સમજી શકા કે, આ અકસ્માત પ્લેનમાં સંતુલનની સમસ્યાને કારણે થયો હશે. જોકે, આ મામલે સંપૂર્ણ તપાસ પછી જ કંઈક કહી શકાય.’

LIVE | AI-171 flight to London crashes near Ahmedabad airport during takeoff

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ,  પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી  ઈશ્વરને પ્રાર્થના *🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *