૨૬૫ લોકોના મૃતદેહ સિવિલમાં લવાયા, આજે પીએમ મોદી અમદાવાદ આવે તેવી શક્યતા…
સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં જ બીજેડી મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર તમામ ૨૪૨ લોકો અને હોસ્ટેલ તથા કેન્ટીન તથા આજુબાજુના વિસ્તારમાં હાજર લોકો તેની લપેટમાં આવતા લગભગ ૨૬૫ લોકોના મોત નીપજ્યાં છે. આ તમામ લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લાવી દેવાયાની જાણકારી અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઈએ આપી હતી.
ગઈકાલે દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ હવે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર તેઓ સવારે ૦૮:૦૦ વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે.