મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે આ હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન ખુદ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે.
૨૦ વર્ષમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સે ગુરુવારે નિરીક્ષકો સાથે કામ ન કરવા બદલ ઈરાનની આકરી ટીકા કરી હતી. ઈરાને તરત જ જાહેરાત કરી કે તે દેશમાં ત્રીજી સંવર્ધન સાઇટ સ્થાપિત કરશે અને કેટલાક સેન્ટ્રીફ્યુજને વધુ અદ્યતન સેન્ટ્રીફ્યુજથી બદલી નાખશે.
ઈઝરાયલે શુક્રવારે સવારે જ કહ્યું કે અમે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઈરાનના તહેરાનમાં ઠેર ઠેર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વિજ્ઞાનીઓ ઉપર પણ હુમલો કર્યો હતો.