શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક / માધ્યમિક શાળામાં આજરોજ વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ બંને માધ્યમના આચાર્ય, શાળા પરિવારના તમામ સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓએ ખૂબ હર્ષ ભર ભાગ લીધો હતો.
શ્રી સરખેજ કેળવણી મંડળમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક શિક્ષા સાથે સાથે ધાર્મિક અને વ્યવસાયલક્ષી તેમજ વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવે છે. તેમજ ટ્રસ્ટી ગણનો વારંવાર એક જ આગ્રહ રહે છે કે, બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ અને તેના માટે જ્યાં જે તે વ્યક્તિ, વસ્તુ કે, સાધન સામગ્રી, જગ્યાની જરૂર પડે તો તે પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. શિક્ષણની સાથે સાથે સનાતન ધર્મનું રક્ષણ અને આધ્યાત્મિક, આસ્તિકતા અને લાગણીના ગુણ કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓને આજના દિવસે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કિંજલભાઈ સંજયભાઈ પટેલ અને શ્રી સંદિપભાઈ ભગવાનભાઈ ચંદારાણા દ્વારા ૨૦૦ ડઝન ચોપડા ઓનું વિતરણ કરવામાં આવેલ.યજ્ઞપૂર્ણ ત્યારે જ થાય જ્યારે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણો તેમજ યજ્ઞમાં આવનાર અતિથિઓ યજ્ઞ બાદ ભોજન કરે ત્યારે યજ્ઞનું સંપૂર્ણ ફળ મળે છે આ વાતનું ધ્યાન રાખીને યજ્ઞ બાદ ₹૧૫૦ વ્યક્તિઓના જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.