ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર ૧૦૦ થી વધુ મિસાઈલો ઝીંકી

મિડલ ઈસ્ટમાં જેનો ભય હતો એ જ થઈ રહ્યું છે, ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના વળતા પ્રહારથી વિશ્વ વધુ એક યુદ્ધના દરવાજે ઊભું છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક બાદ ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઈલથી હુમલા શરૂ કર્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. 

Image

Iran Launches Missiles at Israel in Retaliatory Strike - Newsweek

તહેરાન ટાઈમ્સના અહેવાલ અનુસાર ઈરાને ઇઝરાયલ પર ૧૦૦ થી વધુ મિસાઇલથી હુમલો કર્યો છે. ઈરાન દ્વારા આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ ૩’ નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. 

Iran Strikes Back (Updated)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *