અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે.
ત્યારે આજે વહેલી સવારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે અંજલિબહેન રૂપાણી શુક્રવારે લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે ઋષભ રૂપાણી શનિવારે વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્યા હતા. રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે.