ગુજરાત સરકારના ચાર આઇએએસ અધિકારીઓને સેન્ટ્રલમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે, કયા છે આ ચાર અધિકારીઓ અને તેમને કેન્દ્રમાં ક્યાં પોસ્ટિંગ અપાયુ છે.


મનીષા ચંદ્રા
૨૦૦૪ ની બેચના મનીષા ચંદ્રાને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતમાં પંચાયત અને રૂરલ હાઉસિંગ વિભાગના સેક્રેટરી હતા.
કે.કે નિરાલા
૨૦૦૫ ની બેચના અધિકારી કે.કે નિરાલાને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે.
એસ.છાકછુઆક
૨૦૦૮ ની બેચના એસ.છાકછુઆકને નેશનલ હ્યુમન રાઇટ કમિશન (એનએચઆરસી)માં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બન્ને અધિકારી અનુક્રમે રાજ્યના નાણા (એક્સપેન્ડીચર) તેમજ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના એમડી તરીકે ફરજ બજાવતા હતા.
સુપ્રિત સિંઘ ગુલાટી
૨૦૦૮ ની બેચના સુપ્રિત સિંઘ ગુલાટીને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પિમેન્ટેશનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં તેઓ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) માં સીઇઓ તરીકે ફરજ બજાવતા હતા.
અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ, પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના *