અમદાવાદ પ્લેન ક્રેશ : વિમાનમાં ટેલના ભાગેથી વધુ એક મૃતદેહ મળ્યો

અમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલમાં હાલમાં પણ ડીએનએ ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એક અહેવાલ એવા સામે આવ્યા છે કે વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેલના ભાગમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મૃતદેહ વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે. 

Air India Dreamliner crashes into Ahmedabad college hostel, kills over 240  - Hawaii Tribune-Herald

Drone captures Medical Hostel Campus after Ahmedabad crash: All four  buildings ruined, debris scattered 400 meters from impact site; 265 bodies  recovered - Gujarat News | Bhaskar English

કાટમાળ હટાવતી ટીમને જેવો જ આ મૃતદેહ મળ્યો કે તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં હાલમાં ૨૬૫ જેટલા લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ લોકોમાંથી ઘણાના મૃતદેહોની એવી હાલત થઇ ચૂકી છે જેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. જેના લીધે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોના દેહ સોંપી શકાય.

Ahmedabad Plane Crash: Vishwas Bhalia Lone Survivor Miracle - Ahmedabad  News | Bhaskar English

નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (એનએએલ) ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સાલિગ્રામ જે. મુરલીધરે કહ્યું કે અકસ્માત પાછળ એક સંભવિત કારણ મગજમાં આવી રહ્યું છે. તે ઇંધણમાં ભેળસેળનું છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક પ્રાથમિક અનુમાન છે અને તેની પુષ્ટિ તપાસ બાદ જ થશે.
Expert discusses possibility of "fuel contamination" behind Ahmedabad plane  crash
મુરલીધરે વધુમાં કહ્યું કે, ‘જો ઇંધણમાં ભેળસેળ હશે, તો તેનાથી ઇંધણને પૂરતી તાકાત નહીં મળે. જેના કારણે વિમાન યોગ્ય રીતે ઉડી શક્યું નહીં.’

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ,  પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી  ઈશ્વરને પ્રાર્થના *🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *