ત્રણ દેશોની વિદેશયાત્રા પર જશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકવાર વિદેશ યાત્રા કરશે. તેઓ ૫ દિવસમાં ૩ દેશોની યાત્રા કરશે. જેમાં વડાપ્રધાન મોદી સૌથી પહેલાં સાયપ્રસ જશે, તે ત્યાં બે દિવસ (૧૫-૧૬ જૂન) વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યારબાદ કેનેડા જશે અને દ્વિપક્ષીય સંબધોને મજબૂતી આપશે. કેનેડામાં વડાપ્રધાન મોદી બે દિવસ (૧૬-૧૭ જૂન) યાત્રા કરશે. ૧૮ જૂને વડાપ્રધાન મોદી ક્રોએશિયા જશે અને ૧૯ જૂને ભારત પરત ફરશે. 

Prime Minister Narendra Modi leaves for US

મળતી માહિતી મુજબ. વડાપ્રધાન મોદી ૧૫ થી ૧૯ જૂન સુધી વિદેશ યાત્રા કરશે અને સાયપ્રસ ગણરાજ્ય, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેશે. આ દરમિયાન ત્રણ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને યુરોપિય સંઘ અને વૈશ્વિક મંચ પર  ભારતની ભૂમિકાને વધુ સક્રિય કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. 

a man with a beard wearing an orange vest

સાયપ્રસ ગણરાજ્યના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર, વડાપ્રધાન મોદી ૧૫-૧૬  જૂનના રોજ સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. છેલ્લા બે દાયકામાં ભારતીય વડાપ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે.

51st G7 summit - Wikipedia

નિકોસિયામાં, વડાપ્રધાન મોદી પ્રમુખ ક્રિસ્ટોડોલાઇડ્સ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને લિમાસોલમાં વેપાર જગતના નેતાઓને સંબોધિત કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો સંદેશ આપશે અને ભૂમધ્ય ક્ષેત્ર તેમજ યુરોપિયન યુનિયન સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સહયોગ વધારશે.

Flag G7 Canada Flags The members of the G7 G7 2025 colors flag with Text G7  summit Alberta Kananaskis G7 2025 Copy space 3d illustration and 3d work |  Premium Photo

યાત્રાના બીજા તબક્કામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર તેઓ ૧૬-૧૭ જૂનના રોજ કનાનાસ્કિસમાં યોજાનારી જી-૭ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી સતત છઠ્ઠી વખત જી-૭ સમિટમાં ભાગ લેશે.

Flag G7 Canada Flags The members of the G7 G7 2025 colors flag with Text G7  summit Alberta Kananaskis G7 2025 Copy space 3d illustration and 3d work |  Premium Photo

સંમેલનમાં વડાપ્રધાન મોદી જી-૭ દેશો, આમંત્રિત આઉટરીચ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ સાથે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, ખાસ કરીને એઆઈ-ઊર્જા સંબંધો અને ક્વોન્ટમ ટેકનોલોજી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી આ સમયગાળા દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.

Carney sets out foreign policy shift as G7 convenes under the shadow of  Trump's trade war - The Globe and Mail

વડાપ્રધાન મોદી 18 જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ક્રોએશિયા ગણરાજ્યના પ્રમુખ આન્દ્રે પ્લેન્કોવિકના આમંત્રણ પર ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હશે, જે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.

As Trump goes to G7 summit, other world leaders aim to show they're not  intimidated – KXAN Austin

વડાપ્રધાન મોદી તેમના સમકક્ષ પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ક્રોએશિયાના પ્રમુખ ઝોરાન મિલાનોવિકને મળશે. આ મુલાકાત ભારતની તેના યુરોપિયન સંઘના ભાગીદાર દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકશે.

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ,  પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી  ઈશ્વરને પ્રાર્થના *🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *