જાણો ૧૫/૦૬/૨૦૨૫ રવિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

સૂર્ય મિથુનમાં ૬ ક. ૪૬ મિ.થી

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ (ક.) ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.

નક્ષત્ર : શ્રવણ ૨૫ ક. ૨૦ મિ. સુધી પછી ધનિષ્ઠા.

ગોચર ગ્રહ : સૂર્ય- મિથુનમાં ૬ ક. ૪૬ મિ.થી, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ- મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-સિંહ , ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧, અનલ/સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૧/ 

ઉત્તરાયણ/ ગ્રીષ્મઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ/૨૪/ વ્રજ માસ: અષાઢ

માસ-તિથિ-વાર: જેઠ વદ ચોથ

– સૂર્ય મિથુન રાશિમાં ૬ ક. ૪૬ મિ.થી

– વાતાવરણમાં ફેરફાર

– રાજસ સંક્રાંતિ (ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૬/ મુલ્હેજ માસનો ૧૮ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪/ બહમન માસનો ૫મો રોજ સ્પેંદારમંદ

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

આ પાંચ રાશિના જાતકોની વધશે આવક, સુખ-સુવિધાઓ વધશે…

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટું રોકાણ કરવા માટે સારો રહેશે. આજે કોઈ પણ વાતમાં ઉતાળણ દેખાડવાથી બચો. આજે તમારા કામમાં કોઈ અવરોધ આવી રહ્યા હતા તો એ પણ દૂર થશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત કરવાની જરૂર છે, નહીં તો નાની નાની વાતોમાં તૂતૂ મૈંમૈં થતી રહેશે. દૂર રહેતા કોઈ સંબંધીની યાદ સતાવી શકે છે. આસપાસના વિરોધીઓ સાથે આજે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસ કરી રહેલાં લોકો માટે સારો રહેશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. કામના સ્થળે વિના કારણ વાદ-વિવાદથી બચવાનો રહેશે. નાના લોકોની ભૂલને આજે તમારે માફ કરવી પડશે. સંતાનને આજે શારીરિક સમસ્યા સતાવી રહી હશે તો મન થોડું પરેશાન રહેશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોને થોડી સાવધાની રાખવાની જરૂરી છે, કારણ કે વિરોધીઓ તેમના કામમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરશે. પરિવારના સભ્યો આજે મોજ-મસ્તીમાં સમય પસાર કરશે.

મિથુન રાશિના જાતકો માટે આજે સાવધાની રાખવાનો રહેશો. આજે તમારી પ્રગતિના નવા નવા દ્વાર ખુલી રહ્યા છે. મનમાં કોઈ વાતને લઈને શંકા હોય તો એ કામ કરવાથી બચો. અધિકારીઓની વાત પર આજે પૂરું ધ્યાન આપવું પડશે. કામમાં આજે કોઈ ગડબડ થઈ શકે છે. માતા કોઈ જવાબદારી સોંપશે તો તમારે એ પૂરી કરવી જ પડશે. ઘરે કોઈ નવું ઈલેક્ટ્રોનિક ગેજેટ લઈને આવશો. ઓનલાઈન બિઝનેસ કરી રહેલાં લોકોને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતામાંથી મુક્તિ અપાવનારો રહેશે. આજે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો એ તમે પાછા આપશો. બિઝનેસમાં આજે તમે કોઈ સાથે પાર્ટનરશિપ કરી શકશો. માતાના સ્વાસ્થ્યમાં જો ગડબડ ચાલી રહી હશે તો તેમાં સાવધાની રાખો. સંતાન કોઈ સ્પર્ધાની તૈયારી કરી રહ્યું હશે તો તેમાં તેમને સફળતા મળશે. ધાર્મિક આયોજનમાં ભાગ લેવાનો મોકો મળશે. પરિવારમાં કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે કોઈને પણ ઉધાર આપવાથી બચો. ખર્ચ કરવામાં પણ સાવધાની રાખો, નહીં તો તમારું બજેટ ખોરવાઈ શકે છે. આજે તમારે તમારી બોસની વાત પર પૂરું ધ્યાન આપવું પડશે. પરિવારના સભ્યને તમારી કોઈ વાત ખરાબ લાગી શકે છે અને એટલે તમારે સાવધાની રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો એ પણ દૂર થશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધન-ધાન્યમાં વૃદ્ધિ લઈને આવી રહી છે. આજે બિઝનેસની કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે. સંતાનના કરિયરને લઈને કોઈ પણ નિર્ણય આજે ઉતાવળમાં ના લો, નહીં તો પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે છે. શેરબજારમાં રોકાણ કરવાનો મોકો મળે તો દિલ ખોલીને રોકાણ કરશો. જીવનસાથીને કોઈ નવી નોકરી મળી શકે છે. આજે તમે તમારા કામ પૂરા કરવા માટે ભરપૂર મહેનત કરશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતથી કામ કરવાનો રહેશે. આજે લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થશે જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કેટલાક ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. સંતાનના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. નવવિવાહિતના જીવનમાં આજે કોઈ ખાસ મહેમાનની એન્ટ્રી થશે. આજે તમારે કોઈની કહેલી વાત પર વિશ્વાસ કરવાથી બચવું પડશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમે નવું ઘર વગેરે ખરીદી શકો છો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી વાણી અને વર્તન પર ખાસ ધ્યાન રાખવાનો રહેશે. કામના સ્થળે આજે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એમાં થોડી સમજદારી દેખાડો. પોતાના કામ કોઈ બીજાના ભરોસે ના છોડો, નહીં તો એમાં સમસ્યા આવી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં થોડી સાવધાની રાખવી પડશે, લાપરવાહી મુશ્કેલીનું કારણ બનશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેવાનો છે. ધનપ્રાપ્તિના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થશે. જીવનસાથીના કરિયરને લઈને આજે કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે એ પૂર દૂર થશે. કારોબારને કારણે આજે અચાનક કોઈ જગ્યાએ ફરવા જવું પડી શકે છે. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે પૂરું કરવું પડશે. કોઈ કામ સમયસર પૂરું ન થતાં આજે મન થોડું વ્યથિત રહેશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમે આવક વધારવાનો કોઈ પણ મોકો તમારા હાથથી જવા નહીં દો. એક કરતાં વધુ સ્રોતમાં આવક થશે. કોઈ જૂનો કેસ ચાલી રહ્યો હશે તો આજે એમાં પણ રાહત મળશે. લેવડદેવડને લઈને તમારી ચિંતા વધી શકે છે. સાસરિયામાંથી આજે કોઈ વ્યક્તિ તમને મળવા આવી શકે છે અને એ સમયે નોકઝોક કરવાનું ટાળો. પરિવારના વડીલનું તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડશે.

કુંભ રાશિ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેવાનો છે. દાન-ધર્મના કામમાં આજે તમે આગળ આવીને હિસ્સો લેશો. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે. આજે તમારી પાસે વધારે પડતું કામ રહેશે જેને કારણે વ્યસ્ત રહેશો. આજે રોકાણ સંબંધિત બાબતોમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે વાત કરશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ વેપારમાં મોટી સફળતા લઈને આવશે. નોકરીમાં કામ કરી રહેલાં લોકોને આજે ટ્રાન્સફર મળતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે એનો ઉકેલ આવી શકે છે. આજે તમારે કોઈ કામ પૂરું કરવા માટે આજે તમારે કોઈ પાસેથી મદદ લેવી પડી શકે છે. આજે મનમાં સુખ-શાંતિ જળવાઈ રહી રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે.

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ,  પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી  ઈશ્વરને પ્રાર્થના *🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *