દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે ૧૫ જૂને ફાધર્સ ડે મનાવવામાં આવશે. માતાની મમતાની જેમ પિતાની ભૂમિકા પણ જીવનમાં ખૂબ જ મહત્વની હોય છે.
ફાધર્સ ડે એ માત્ર એક દિવસ નથી, પરંતુ પિતા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણા જીવનમાં પિતાનું કેટલું યોગદાન છે. દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે 15 જૂને ફાધર્સ ડે મનાવવામાં આવશે. માતાની મમતાની જેમ પિતાની ભૂમિકા પણ જીવનમાં ખૂબ જ મહત્વની હોય છે, પરંતુ તેમનો ત્યાગ એટલો જાહેર થતો નથી. ફાધર્સ ડે એ એક એવો પ્રસંગ છે જ્યારે આપણે આપણા પિતાને “થેન્ક્યુ” કહી શકીએ છીએ.
ફાધર્સ ડે મનાવવાની શરૂઆત કેવી રીતે થઇ?
ફાધર્સ ડેની ઉજવણીની શરૂઆત અમેરિકામાં થઈ હતી. આ માટે વર્ષ ૧૯૦૯ માં વોશિંગ્ટનની એક મહિલા સોનેરા ડોડે તેની પહેલ કરી હતી. સોનેરાના પિતા વિલિયમ સ્માર્ટ ગૃહયુદ્ધના સૈનિક હતા, જેમણે પોતાની પત્નીના નિધન બાદ એકલા હાથે છ બાળકોનો ઉછેર કર્યો હતો. આવી સ્થિતિમાં સોનેરાને લાગ્યું કે જેમ દર વર્ષે મધર્સ ડે ઉજવવામાં આવે છે, તેમ પિતા માટે એક દિવસ હોવો જોઈએ, જેથી તેમના બલિદાન અને સમર્પણને યાદ કરી શકાય.
ફાધર્સ ડે ક્યારે ઉજવવામાં આવ્યો હતો?
વર્ષ 1910માં પહેલીવાર વોશિંગ્ટનમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારબાદ આ ખાસ દિવસને ઉજવવાની પરંપરા સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગઇ હતી. ૧૯૭૨ માં અમેરિકન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને જૂનના ત્રીજા રવિવારે તેને ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી.