વિજય રૂપાણીના પાર્થિવ દેહને આવતીકાલે રાજકોટ લઈ જવામાં આવશે, જ્યાં સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેથી નાગરિકો તેમને છેલ્લી વિદાય આપી શકે.
અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ ના બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૨૭૦ થી વધુના લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન ઍરપોર્ટ પરથી બપોરે ૦૧:૩૮ વાગે ટેક ઑફ થયું હતું અને ૦૧:૪૦ વાગે દુર્ઘટના સર્જાઈ હતી.