સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા વરસાદને કારણે ઠેર-ઠેર પાણીની આવક નોંધાઇ છે ત્યારે સુરેન્દ્રનગરમાં મુળી તાલુકાનો નાયકા ડેમ છલકાયો છે અને સાથે સાથે ડેમના ૧૭ દરવાજા ૫ ફૂટ સુધી ખોલાયા છે અને નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.
ભારે વરસાદને કારણે મોરબીમાં જળબંબાકાળની સ્થિતી સર્જાઇ છે જેને લઇને નદી નાળામાં પાણીની ભરપૂર માત્રામાં આવક નોંધાઇ છે.વાત કરવામાં મચ્છુ-૩ ડેમનીતો ડેમનો એક દરવાજો ૧ ઈંચ સુધી ખોલાયો છે અને નદીમાંથી ૭૫ ક્યૂસેક પાણી છોડાયું છે. સાથે-સાથે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
જસદણ તાલુકામાં અનરાધાર વરસાદ પડતા અનેક ડેમ છલકાયા છે.રાણીપર, દેવધરી, સરતાનપર, વનાળા ડેમ ઓવરફ્લો થયા છે. પાટીયાળી ડેમ ભરાઇ જતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જસદણ અને વીંછિયાના અનેક ગામોમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે.
બોટાદમાં બરવાળા તાલુકાના ખાંભડા ડેમના ૪ દરવાજા ખોલાયા છે.ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાવાની સ્થિતી સર્જાઇ છે.ડેમનું પાણી ઉતાવળી નદીમાં છોડવામાં આવ્યું છે.ડેમના પાણીથી ઉતાવળી નદી બેકાંઠે વહેતી થઈ
ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ થયો ઓવરફલો.વરસાદ શરૂ થયાના ૧૯ કલાકમાં જ શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો થયો હતો.શેત્રુંજી ડેમના ૨૦ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.તો સાથે-સાથે તળાજા અને પાલીતાણા તાલુકાના ૧૨ ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે.