ચોમાસામાં આયુર્વેદિક ઉપચાર દ્વારા શરીરને સ્વસ્થ અને નીરોગી રાખી શકાય છે. અહીં ૩ આયુર્વેદિક ઉપચાર વિશે જાણકારી આપી છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારી બીમારી સામે રક્ષણ કરશે.
ચોમાસાના વરસાદમાં આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. વરસાદના પાણીમાં પલળવાથી અને ભેજ વાતાવરણના કારણે શરદી, કફ, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો, મલેશિયા અને ટાઇફોઇડ જેવી પાણીજન્ય બીમારીઓ થવાનો ખતરો આવી છે. આવી સ્થિતિમાં ચોમાસાની વરસાદની શરૂઆત સાથે જ ખાણીપીણીનું ધ્યાનું રાખવું જોઇએ. તમે ડાયટમાં અમુક આયુર્વેદિક ઔષધીઓ સામેલ કરી ચોમાસામાં શરીરને સ્વસ્થ્ય રાખી શકો છો. આ આયુર્વેદિક ઔષધીઓનું સેવન કરવાથ શરીર પર આડઅસર અસર થતી નથી.
સુદર્શન ઘનવટી
સુદર્સન ઘનવટી શ્રીકૃષ્ણના સુદર્શન ચક્ર જેમ શરીરના રોગોનો સંહાર કરે છે. ગરમ પાણી સાથે ઔષધીનું સેવન કરવાથી સાંધામાં દુખાવો, કાનમાં દુખાવામાં રાહત મળે છે. તાવ અને ચેપ સામે શરીરનું રક્ષણ કરે છે. તેમા એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિવાયરલ હોય છે, જે અન્ય એન્ટિબેક્ટેરિયલ દવાઓની અસરકારકતામાં વધારો કરે છે અને બેક્ટેરિયા અને વાયરલ ચેપની તીવ્રતા ઘટાડે છે. સુંદર્શન ઘનવટી ત્રિદોષ શામક છે, એટલે કે તેનું સેવન કરવાથી શરીરમાં વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ સંતુલિત થાય છે.
ત્રિફળા ચૂર્ણ
ત્રિફળા ચૂર્ણ ખાસ આયુર્વેદિક ઔષધી છે, જેનું સેવન બારેમાસ કરી શકાય છે. નામ પ્રમાણ ત્રિફળા ચૂર્ણ એ 3 ચીજ માંથી બને છે. હરડે, બહેડાં અને આંબળા એવા 3 ફળ સુકવી ત્રિફળા ચૂર્ણ બનાવવમાં આવે છે. ત્રિફળા ચૂર્ણથી શરીરમાં ત્રણેય દોષ સંતુલિત રહે છે, કબજિયાત મટાડી પાચન શક્તિ સુધારે છે, આંખોનું તેજ વધારે છે. ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ત્રિફળા ચૂર્ણનું સેવન ફાયદાકારક રહે છે.
આયુર્વેદિક ઉકાળો
આયુર્વેદિક ઉકાળો ચોસામામાં સીઝનલ બીમારીથી બચાવશે અને શરીરને સ્વસ્થ રાખશે. આયુર્વેદિક ઉકાળા માટે બજારમાં તૈયાર પાઉડર પણ મળે અને ઘરે પણ બનાવી શકાય છે. તુલસી, કાળા મરી, અજમો, લવિંગ, આદુ પાણીમાં ઉકાળીને આયુર્વેદિક ઉકાળો બનાવી શકાય છે.
(Disclaimer: વિશ્વ સમાચાર ને જણાવ્યા પ્રમાણે અહીં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઇ પણ રીતે તેનો ઉપયોગ કરવાની પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરવો.)