રાજ્યોના મુખ્યમંત્રી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલે રાજ્યપાલો સાથે બેઠક કરશે,

કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલ સાંજે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે વાતચીત કરશે. આ પહેલા વડાપ્રધાને હાલમાં 8 એપ્રિલે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે. મુખ્યમંત્રો સાથેની બેઠકમાં વડાપ્રધાને કોરોના પર કાબૂ મેળવવા માટે રાજ્યોમાં સર્વદળીય બેઠક બોલાવવાની સલાહ આપ હતી. જેમાં રાજ્યપાલ, પ્રસિદ્ધ હસ્તીઓ અને અન્ય સન્માનિત લોકોને સામલ કરવાનું કહ્યું હતું.

ત્યારે હવે દેશભરમાં બગડતી કોરોનાની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યપાલો સાથએ વાતચીત કરશે. આ બેઠકમાં દેશમાં કોરોનાના તાંડવને રોકવાના ઉપાયો અંગે ચર્ચા થઇ શકે છે. અત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ દિવસ દિવસે ખરાબ થતી જાય છે. દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે  તમામ પાસાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા રહેલી છે.

આ પહેલા મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે ભારતે કોરોના વાયરસની પહેલી લહેરને પાર કરી છે. અત્યારે કેટલાક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. લોકો પહેલા કરતા વધારે બેજવાબદાર થયા છે, તો કેટલાક રાજ્યોમાં પ્રશાસન ઢીલુ છે. વડાપ્રધાને કોરોના સંક્રમણ દર 5 ટકા કરતા નીચે લાવવાની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *