ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું એલાન

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ હવે યુદ્ધમાં પરિણમ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ યુદ્ધમાં ઝંપલાવવા માટે તલપાપડ થવાની સાથે જાણે કોઈ બહાનું શોધી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Trump's Bold Claim on Khamenei's Whereabouts | Politics

તેમણે કહ્યું હતું કે અમે ઈરાનને સીધું આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી દીધી છે. ઈરાનના સંપૂર્ણ એરસ્પેસ પર હવે અમારો કબજો છે. ત્યારે  આ દરમિયાન ટ્રમ્પની ધમકી છતાં ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર ભયાનક મિસાઈલ હુમલા કર્યા. 

Nuclear Site VS Israel; Ali Khamenei Bunker | Donald Trump Netanyahu |  Bhaskar English

ઈરાને આ વખતે હાઈપરસોનિક મિસાઈલ વડે ઈઝરાયલમાં તબાહી મચાવી હતી. જેના કારણે ઈઝરાયલમાં મૃત્યુઆંક પણ ૨૪ ને પાર થઇ ગયો છે જ્યારે ઈજાગ્રસ્તોનો આંકડો ૬૩૧ની નજીક છે. ઈઝરાયલને આ હુમલાઓને કારણે મોટું નુકસાન થયું છે. ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવા માટે ફતાહ-૧ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. 

Israel vs Iran: Why Israel Dominates Despite Smaller Army; Who Will Support  Whom in Full-Scale War | Bhaskar English

ઈરાની સમાચાર એજન્સીઓ અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે તેલ અવીવની આસપાસના વિસ્તારોને ખાલી કરવાની ચેતવણી જારી કરી છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કહેવું છે કે ઈરાનની ફતાહ મિસાઈલો ઈઝરાયલના સંરક્ષણ ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી, જેનાથી તેને ઈઝરાયલના હવાઈ ક્ષેત્ર પર ‘સંપૂર્ણ નિયંત્રણ’ મળ્યું હતું. 

QBN - Design Industry News & Discussion

Khamenei.ir
@khamenei_ir
We must give a strong response to the terrorist Zionist regime. We will show the Zionists no mercy.

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનાઈએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ઈઝરાયલને ધમકાવતા યુદ્ધનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે યહૂદીઓની સરકારને અમે બતાવી દઈશું. તેમના પર કોઈ દયા નહીં બતાવવામાં આવે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *