આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂને ઉજવાય છે. આ દિવસ શરીર તંદુરસ્ત રાખવામાં યોગનું મહત્વ સમજાવવા માટે ઉજવાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે યોગ દિવસ ઉજવવા ૨૧ જૂન તારીખ કેમ પસંદ કરવામાં આવી છે?
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂને દુનિયાભરમાં ઉજવાય છે. યોગ તન અને મન સ્વસ્થ રાખે છે. શરીર તંદુરસ્ત રાખવા માટે યોગ કરવા ખૂબ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે યોગ એક સ્વસ્થ શરીર આપે છે. નાના બાળકો થી લઇ મોટી ઉંમરના લોક પણ યોગાસન કરે છે. યોગ શરીરને મજબૂત અને સ્નાયુબદ્ધ બનાવે છે. શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. યોગ અનેક રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ ના ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે.
યોગ દિવસ ઈતિહાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દિવસની ઉજવણીને ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આમ ૨૧ જૂન ૨૦૧૫ ના રોજ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
૨૧ જૂને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવાય છે?
હવે ઘણા લોકોના મનમાં એક સવાલ હશે કે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ૨૧ જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. તેને ગ્રીષ્મ સંક્રાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ખૂબ જ ખાસ છે. એટલા માટે તેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પસંદ કરવામાં આવ્યો.
યોગ દિવસ ૨૦૨૫ માટે થીમ શું છે?
આ વર્ષની થીમ ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ’ છે. મન કી બાત રેડિયો પ્રસારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. દર વર્ષે યોગ દિવસ નિમિત્તે ભારત સહિત દુનિયાના વિવિધધુ દેશોમાં યોગ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.