દક્ષિણ ગુજરાતમાં મેઘાની સવારી, આજે પાંચ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે

આજે શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Rain forecast: દક્ષિણ ગુજરાતમાં મેઘાની સવારી, આજે પાંચ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, IMD નું રેડ એલર્ટ

આજનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી  

સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ મેઘાની સવારી દક્ષિણ ગુજરાત તરફ વળી છે. ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Tamil Nadu Weather Highlights: IMD upgrades alert to 'orange' for Chennai and neighbouring districts, several flights delayed - The Times of India

ડાંગ, નવસારી, વલસાડ સહિત ૫ જિલ્લામાં રેડ એલર્ટ

Home | India Meteorological Department

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ, 25 જૂન સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરુ થયું છે. ગુજરાતમાં વરસાદે સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ભુક્કા બોલાવ્યા બાદ હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Heavy rains lash parts of Gujarat: Moderate showers predicted in 17 districts today; Meteorological dept issues 7-day alert - Gujarat News | Bhaskar English

આ ઉપરાંત દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત અને તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Heavy rains lash multiple districts of Gujarat: Roads, underpasses flooded in Nikol, Ahmedabad, Gandhinagar; red alert issued in 12 districts till June 24 - Gujarat News | Bhaskar English

હવામાન વિભાગ પ્રમાણએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે.

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts including Ahmedabad till June 10 - Gujarat Samachar

૨૫ જૂન સુધી વરસાદ ચાલુ રહેશે

Weather GIFs | Tenor

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ પછી અમદાવાદ શહેરનો શાહીબાગ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગાંધીનગરમાં વરસાદ અને વાવાઝોડા પછી લોકોને ડૂબી ગયેલા અંડરપાસ પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઘણા વાહનો ફસાયા હતા. હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં આગાહી કરવામાં આવી છે કે ૨૫ જૂન સુધી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *