અફઘાનિસ્તાનમાં અવારનવાર આવતા ભૂકંપની ઘટનાઓ વધી ગઇ છે. આજે વહેલી સવારે જ ફરી એકવાર ૪.૬ ની તીવ્રતાએ ધરા ધ્રૂજી હતી. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી જ ઊઠીને ઘર બહાર દોટ મૂકવાની ફરજ પડી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ૫૦ કિ.મી. ઊંડે હતું. જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિ કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
અફઘાનિસ્તાનમાં અનેકવાર ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે જેની અસર ભારતના દિલ્હી તથા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી ચૂકી છે.