એશિયાના દેશોમાં કોરોનાના નિમ્બસ વાઈરસનો પ્રકોપ

કોરોના વાયરસની નવી આવૃત્તિ ચીન અને એશિયાના દેશોમાં ફેલાઈ રહી છે, જેના પગલે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાની આ નિમ્બસ આવૃત્તિ હવે અમેરિકા પહોંચી ગઈ છે અને ૧૩ રાજ્યોમાં ફેલાઈ છે, જેણે ફરી એક વખત અમેરિકન સરકારની ચિંતા વધારી દીધી છે. આ વાયરસ યુરોપમાં ફેલાયો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. અમેરિકાના યુએસ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ અમેરિકામાં કોરોનાના નવા કેસોના લગભગ ૩૭ % કેસ નિમ્બસ નામના વાયરસ એનબી.૧.૮.૧ના છે.

India Singapore Virus Cases; JN.1 Variant Symptoms | Maharashtra | Bhaskar  English

ગ્લોબલ ઈનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઈન્ફ્લુએન્ઝાના ડેટા મુજબ નિમ્બસ વેરિઅન્ટ અમેરિકાના ૧૩ રાજ્યોમાં જોવા મળ્યો છે. એનબી.૧.૮.૮ નામનો આ વેરિઅન્ટ ચીન અને અન્ય અનેક એશિયન દેશોમાં કોરોનાના કેસ ફરીથી વધવાનું કારણ મનાય છે. યુરોપના નિષ્ણાતો તેમના ત્યાં કોરોનાના કેસમાં વધારાની ચેતવણી આપી છે.

New COVID variant brings 'Razor Blade' throat pain | Bhaskar English

નવા વેરિઅન્ટ નિમ્બસને સત્તાવાર રીત એનબી.૧.૮.૧.ના નામથી ઓળખાય છે. આ વેરિઅન્ટ વોશિંગ્ટન, ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, વર્જિનિયા સહિતના ૧૩ રાજ્યોમાં ફેલાયો છે. આ વેરિઅન્ટને રેઝર બ્લેડ થ્રોટ નામથી પણ ઓળખાય છે, કારણ કે તે ગળામાં પીડાદાયક ખારાશ પેદા કરી શકે છે. 

Razor Throat': Nimbus COVID Symptoms To Watch For As New Variant Rises -  Newsweek

ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા શુક્રવારે ૫૯૬૭ થઈ ગઈ છે, જે એક દિવસ પહેલા ૬૪૮૩ હતી. અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં પણ ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ એનબી.૧.૮.૧. અને એલએફ.૭ ના કેસ જોવા મળ્યા છે.

Very painful symptom could be a warning sign of new Covid 'Nimbus' variant  : r/ContagionCuriosity

નિમ્બસ વેરિઅન્ટના લક્ષણ પણ અન્ય વેરિઅન્ટ્સ જેવા જ છે, પરંતુ કેટલાક દર્દીઓમાં નાક વહેવા સહિત એલર્જી જેવા લક્ષણ આવી શકે છે. અન્યોમાં શરદી-ખાંસી અથવા ફ્લુ, તાવ આવવો, ગળામાં ખરાશ થવી, થાક અનુભવવો, માથામાં દુ:ખાવો અને શરીરમાં પીડા થવી જેવા લક્ષણ જોવા મળી શકે છે. કેટલાક લોકોને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઉલ્ટી અથવા ઝાડા પણ થઈ શકે છે. જોકે, એક રિપોર્ટ મુજબ આ વેરિઅન્ટથી પીડિત દર્દીમાં રેઝર બ્લેડ થ્રોટ નામનું પીડાજનક લક્ષણ પણ જોવા મળે છે. દર્દીઓએ આ લક્ષણની સરખામણી તેમના ગળામાં રેઝર બ્લેડ ફસાવા સાથે કરી છે. 

Nimbus: the Covid-19 variant that may cause 'razor blade throat' | South  China Morning Post

વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ નિમ્બસ કોવિડ-૧૯ ના ઓમિક્રોન આવૃત્તિની પેટા આવૃત્તિ છે, જે ઈન્ફેક્શનનું કારણ બને છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ નિમ્બસ વેરિઅન્ટને નિરીક્ષણ હેઠળના વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કર્યો છે. બીજીબાજુ લંડન જનરલ પ્રેક્ટિસના એક જનરલ પ્રેક્ટિશનર ડૉ. નવીદ આસિફ મુજબ ડબલ્યુએચઓનું આકલન છે કે વૈશ્વિક સ્તર પર વર્તમાનમાં કોરોનાનું જોખમ ઓછું છે અને વર્તમાન કોવિડ-૧૯ રસીને ગંભીર બીમારી રોકવામાં અસરકારક માનવામાં આવે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *