હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત

દેશમાં વધતા જતા અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકાર કાર પછી હવે સ્કુટર અને બાઈકમાં પણ એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત કરી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રાલયના નિર્ણય અનુસાર, નવા નિયમો ૧ જાન્યુઆરી-૨૦૨૬ થી લાગુ થશે. જાન્યુઆરી પછી જે સ્કુટર કે બાઈકનું વેંચાણ થશે તેમાં એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ ( એબીએસ) ફરજિયાત હશે. અત્યારે ૧૨૫ સીસીની એન્જીન કેપેસીટી ધરાવતા બાઈકમાં એ.બી.એસ.ફરજિયાત છે પરંતુ જાન્યુઆરીથી તમામ બાઈક અને સ્કુટરમાં આ સીસ્ટમ ફરજીયાત લાગુ થશે. વાહન ચાલકને સ્કુટર અને બાઈકની ખરીદી સાથે બે હેલ્મેટ પણ ફ્રીમાં આપવામાં આવશે.

કારમાં જે રીતે એરબેગ ફરજિયાત થઈ ગઈ છે એ જ રીતે હવે બાઇકમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)ને ફરજિયાત કરવામાં આવી રહી છે. રોડ પર ચાલતી બાઇક ચાલકની સેફ્ટી માટે હંમેશાંથી ચિંતાનો વિષય રહ્યો છે. બાઇક ચાલકને તેમની સેફ્ટી માટે હેલ્મેટ પહેરવા માટેનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કે આ સિવાય તેમની સેફ્ટી માટે અન્ય કોઈ નિયમ નથી. આથી સરકાર દ્વારા હવે કંપનીઓ માટે એક નિયમ બનાવવામાં આવી રહ્યો છે. આ નિયમ હેઠળ હવેથી દરેક બાઇકમાં ABS હોવું ફરજિયાત છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા બહુ જલ્દી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

Rider Mania..

ABS એટલે કે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ. આ એક સેફ્ટી ફીચર છે. ABSનું કામ પૈંડાને લોક થતું અટકાવવાનું છે. વાહનચાલક ઇમરજન્સીમાં જ્યારે બ્રેક જોરથી મારી દે છે ત્યારે પૈંડું લોક થઈ શકે છે. આથી આ પૈંડું લોક ન થાય એ માટે આ ફીચર આપવામાં આવે છે. પૈંડું લોક થઈ જાય તો બાઇક અથવા કાર સ્લાઇડ થવાનું ભય રહે છે. આથી એ સ્લાઇડ ન થાય અને વાહન તેનું સંતુલન જાળવી રાખે એ માટે આ ફીચર આપવામાં આવે છે.

bike motorcycle Sticker by EVANREDBORJA - Find & Share on GIPHY

ABSમાં કેટલાક સેન્સર હોય છે અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ આ સેન્સરની મદદથી પૈંડાની સ્પીડ પર નજર રાખે છે. વાહનચાલક જ્યારે પણ જોરથી બ્રેક લગાવશે ત્યારે સેન્સર ટાયરની સ્પીડ પર વધુ સારી નજર રાખવાનું શરૂ કરી દે છે. આ સમયે બ્રેક જોરથી લાગી ગઈ હોય અને પૈંડું લોક થઈ જવાની તૈયારીમાં હોય તો ABSના સેન્સર બ્રેકના પ્રેશરને ઓછું કરી દે છે. વાહનનું બેલેન્સ જળવાઈ રહે ત્યારે આ સેન્સર ફરી બ્રેકનું પ્રેશર વધારી દે છે. આ પ્રોસેસ એક સેકન્ડમાં ઘણી વાર થતી હોય છે જેથી કોઈ પણ વાહન સ્લાઇડ ન થાય. આ પ્રોસેસને કારણે વાહનચાલક હંમેશાં કન્ટ્રોલમાં રહે છે, પછી ભલે એ ગમે તેટલી જોરથી બ્રેક કેમ ન મારે.

ABS mandatory on all new bikes and scooters from January 2026 | Autocar  India

નવા નિયમ અનુસાર હવે દરેક બાઇકમાં ABS હોવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મોટાભાગની દરેક બાઇક અને સ્કૂટર હવે ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. આથી દરેકમાં હવે આ ફીચરનો સમાવેશ કરવાથી ચાલકને વધુ સેફ્ટી મળશે. આવનાર દિવસોમાં સરકાર દ્વારા ABS અને હેલ્મેટને લઈને નવી જાહેરાત કરવામાં આવશે.

Transport ministry approves mandatory ABS in all 2-wheelers, 2 helmets with new  bikes | India News - Times of India

ABSની સાથે સરકાર વધુ એક નિયમ લાવવા જઈ રહી છે. વાહનચાલક હવે જ્યારે નવું બાઇક ખરીદશે ત્યારે તેમને એની સાથે બે હેલ્મેટ ફ્રી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *