ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી

અમેરિકાએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઝંપલાવી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી વાયુસેનાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. આ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને સંબોધી હતી. 

Stock Markets, Business News, Financials, Earnings - CNBC

ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, 3 પરમાણુ ઠેકાણે હુમલા, દુનિયાભરમાં હડકંપ 2 - image

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો – ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ સંપૂર્ણ તૈયારી સાથે આ પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા, જેમાં મુખ્ય લક્ષ્ય ફોર્ડો હતું.

Israel-Iran conflict as it happened: Donald Trump, US involvement unclear;  ADF deployed to Middle East to evacuate Australians; Tehran embassy closed

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડીને તેમના બેઝ પર પાછા ફરી રહ્યા છે. દુનિયાની બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી. તેમણે તેને અમેરિકાની સૈન્ય શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે.

The New Yorker

અમેરિકાની વાયુસેનાએ બી૨ બોમ્બરો સાથે ત્રણ પરમાણુ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા હતા. આ હવાઈ હુમલા પછી, અમેરિકાએ મધ્ય પૂર્વમાં સ્થિત તેના તમામ એરબેઝ પર હાઇ એલર્ટ જારી કર્યું છે. હવે સ્થાનિક સમય મુજબ, ટ્રમ્પ રાત્રે ૧૦:૦૦ વાગ્યે દેશને સંબોધિત કરશે. ભારતીય સમય મુજબ, તેમનું સંબોધન સવારે ૦૭:૩૦ વાગ્યે થશે.

US President Trump's neo- colonial fantasy in Gaza - Asia News NetworkAsia  News Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *