એર ઈન્ડિયાએ પોતાની નેરોબોડી નેટવર્કમાં કામચલાઉ ઘટાડાની જાહેરાત કરી છે, જે ૧૫ જુલાઈ, ૨૦૨૫ સુધી લાગુ રહેશે.
આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને છેલ્લી ઘડીની મુશ્કેલીઓથી બચાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. આ ઘટાડા હેઠળ એર ઇન્ડિયાએ ત્રણ રૂટ પર તેની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જ્યારે ૧૯ અન્ય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ફેરફાર છતા એર ઈન્ડિયા પોતાના નેરોબોડી વિમાનોથી દરરોજ લગભગ ૬૦૦ ઉડાનોનું સંચાલન શરૂ રાખશે, જે ૧૨૦ ડોમેસ્ટિક અને ઓછા અંતરના ઈન્ટરનેશનલ રૂટને કવર કરશે. આ પગલું એરલાઈનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે તેઓ સંચાલન સુરક્ષાને પ્રાથમિકતા આપતા મુસાફરોની સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખે.
૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી રૂટ સ્થગિત
- બેંગલુરુ-સિંગાપોર (એઆઈ૨૩૯૨/૨૩૯૩) – ૭ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- પુણે-સિંગાપોર (એઆઈ૨૧૧૧/૨૧૧૦) – ૭ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-બાગડોગરા (એઆઈ૫૫૧/૫૫૨) – ૭ સાપ્તાહિક ફ્લાઇટ્સ
૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડાવાળા રૂટ
- બેંગલુરુ-ચંદીગઢ: ૧૪ થી ઘટાડીને ૭ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-બેંગલુરુ: ૧૧૬ થી ઘટાડીને ૧૧૩ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-મુંબઈ: ૧૭૬ થી ઘટાડીને ૧૬૫ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-કોલકાતા: ૭૦ થી ઘટાડીને ૬૩ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-કોયમ્બતુર: ૧૩ થી ઘટાડીને ૧૨ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-ગોવા (ડાબોલિમ): ૧૪ થી ઘટાડીને ૭ સાપ્તાહિક ફ્લાઇટ્સ ફ્લાઇટ્સ
- દિલ્હી-ગોવા (મોપા): ૧૪ થી ઘટાડીને ૧૬ કરવામાં આવી ૭ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-હૈદરાબાદ: ૮૪ થી ૭૬ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-ઇન્દોર: ૨૧ થી ૧૪ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-લખનૌ: ૨૮ થી ૨૧ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- દિલ્હી-પુણે: ૫૯ થી ૫૪ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-અમદાવાદ: ૪૧ થી ૩૭ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-બેંગલુરુ: ૯૧ થી ૮૪ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-કોલકાતા: ૪૨ થી ૩૦ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-કોઇમ્બતુર: ૨૧ થી ૧૬ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-કોચી: ૪૦ થી ૩૪ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-ગોવા (ડાબોલિમ): ૩૪ થી ૨૯ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-હૈદરાબાદ: ૬૩ થી ૫૯ સાપ્તાહિક ફ્લાઇટ્સ
- મુંબઈ-વારાણસી: ૧૨ થી ૭ સાપ્તાહિક ફ્લાઇટ્સ
Air India
@airindia
#ImportantUpdate Following previous announcements of temporary reductions in Air India’s widebody international services, the airline today announced temporary cuts of less than 5% to its overall narrowbody network. This voluntary decision leads to the temporary suspension of Air India’s services on three routes and reduction of frequency on 19 routes. The changes are effective until at least 15 July 2025. These reductions are aimed at strengthening Air India’s network-wide operational stability and minimising last-minute inconvenience to passengers. Despite these temporary reductions, Air India will continue to operate close to 600 daily flights with its narrowbody aircraft on 120 domestic and short-haul international routes. Routes suspended until 15 July 2025: – Bengaluru-Singapore (AI2392/2393) – 7x weekly flights – Pune-Singapore (AI2111/2110) – 7x weekly flights -Mumbai-Bagdogra (AI551/552) – 7x weekly flights Routes with reduced frequency until 15 July 2025: – Bengaluru-Chandigarh: Reduced from 14x weekly to 7x weekly -Delhi-Bengaluru: Reduced from 116x weekly to 113x weekly – Delhi-Mumbai: Reduced from 176x weekly to 165x weekly – Delhi-Kolkata: Reduced from 70x weekly to 63x weekly – Delhi-Coimbatore: Reduced from 13x weekly to 12x weekly – Delhi-Goa (Dabolim): Reduced from 14x weekly to 7x weekly – Delhi-Goa (Mopa): Reduced from 14x weekly to 7x weekly – Delhi-Hyderabad: Reduced from 84x weekly to 76x weekly – Delhi-Indore: Reduced from 21x weekly to 14x weekly – Delhi-Lucknow: Reduced from 28x weekly to 21x weekly – Delhi-Pune: Reduced from 59x weekly to 54x weekly – Mumbai-Ahmedabad: Reduced from 41x weekly to 37x weekly – Mumbai-Bengaluru: Reduced from 91x weekly to 84x weekly – Mumbai-Kolkata: Reduced from 42x weekly to 30x weekly – Mumbai-Coimbatore: Reduced from 21x weekly to 16x weekly – Mumbai-Kochi: Reduced from 40x weekly to 34x weekly – Mumbai-Goa (Dabolim): Reduced from 34x weekly to 29x weekly – Mumbai-Hyderabad: Reduced from 63x weekly to 59x weekly – Mumbai-Varanasi: Reduced from 12x weekly to 7x weekly Air India apologises to the passengers affected by these curtailments and is proactively contacting affected passengers to offer re-accommodation on alternative flights, complimentary rescheduling or full refunds as per their preference. The revised schedule is being progressively made available on our website, airindia.com, mobile app, and through our contact centre. We remain committed to restoring our full schedule as soon as practicable, while at all times prioritising the safety of our passengers, crew and aircraft.

એર ઈન્ડિયાએ આ નિર્ણય માટે મુસાફરોની માફી માગી છે. તેમણે કહ્યું કે, જે મુસાફરોની ઉડાનોને અસર પહોંચી છે, તેમનો સંપર્ક કરાઈ રહ્યો છે. તેમને વૈકલ્પિક ઉડાનો પર ફરીથી બુકિંગ, મફત રીશેડ્યૂલિંગ અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે નવા શેડ્યુલ વેબસાઈટ, મોબાઈલ એપ અને સંપર્ક કેન્દ્ર પર ઉપલબ્ધ કરાઈ રહ્યા છે.
