૧૯ જૂન ૨૦૨૫ ના રોજ ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું આજે ૨૩ જૂન ૨૦૨૫ ના રોજ પરિણામ જાહેર થશે.
૧૯ જૂન ૨૦૨૫ ના રોજ ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. કડી અને વિસાવદ પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં બંને બેઠકોના ૨૦ રાઉન્ડ પુરા થયા છે. ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ૧૬,૫૯૪ મતથી આગળ છે. જ્યારે કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા ૩૮૦૩૫ મતથી આગળ રહેતા કાર્યકરોએ જીતની ઉજવણી શરૂ કરી લીધી છે.