અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા કર્યા, ત્યારબાદ ટ્રમ્પ સરકારને આશંકા હતી કે, ઈરાન હુમલો કરશે અને હવે ઈરાને વળતો જવાબ આપી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને કતારમાં અમેરિકન સૈન્ય ઠેકાણો પર હુમલો કર્યો છે, જેના કારણે ટ્રમ્પ ભડકી ગયા છે. રિપોર્ટ મુજબ ઈરાનના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્શન મોડમાં આવી ગયા છે અને તાબડતોબ બેઠકો શરૂ કરી દીધી છે.
ટ્રમ્પે સિચુએશન રૂમમાં સંરક્ષણ સચિવ અને અન્ય ટોચના અધિકારીઓ સાથે મોટી બેઠક કરી રહ્યા છે. બીજીતરફ કતારે કહ્યું છે કે, ‘ઈરાને દોહામાં અમેરિકન એરબેઝ પર હુમલો કર્યો છે. જોકે તેમાં કોઈ નુકસાન થયું નથી. કતારે ચેતવણી આપી છે કે, આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અમને ઈરાન પર વળતો જવાબ આપવાનો અધિકાર છે. કતારને ઈરાની હુમલાની આશંકા હોવાથી, તેણે પહેલાથી જ એરસ્પેસ બંધ કરી દીધા હતા.
ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. તેણે કતારમાં અમેરિકન એરબેઝ પર ભયાનક હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને અમેરિકન એરબેઝ પર છ મિસાઈલો ઝિંકી છે. એવું કહેવાય છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, તેનો અવાજ દોહા સુધી સંભળાયો છે.
ઈરાને ઈરાક અને કતારમાં મિસાઈલો ઝિંકી છે. રિપોર્ટ મુજબ, કતારમાં અમેરિકાના અલ ઉદીદ એર બેઝ પર અનેક બેલેસ્ટિક મિસાઈલો ઝિંકવામાં આવી છે. ઈરાકમાં પણ અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કર્યો હોવાના સમાચારો સામે આવ્યા છે. મધ્ય-પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું લશ્કરી મથક કતારમાં આવેલું છે, જેમાં ૧૦,૦૦૦ થી વધુ કર્મચારી હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલા બાત કતારે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે.