ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર

Iran Israel conflict: Trump warns Tehran to evacuate – Day 5 – Channel 4  News

૧૨ દિવસના ભીષણ યુદ્ધ બાદ ઈરાન અને ઈઝરાયલ સીઝફાયર માટે સહમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. 

Israel and Iran agree to ceasefire to bring end to '12 DAY WAR,' Trump says  - ABC News

ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. ગઇકાલે અમેરિકાથી બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકાનો દાવો છે કે ઈરાને છોડેલી તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું હતું. કતાર પર ઈરાનના હુમલાના થોડા જ કલાકોમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે. 

Trump announces Israel-Iran ceasefire

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે ‘ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે.

Trump announces “a complete and total” ceasefire between Israel and Iran:  Here are all the details - AS USA

આગામી છ જ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી ૧૨ કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી ૨૪ કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.’ 

West fears miscalculation over Israel-Iran nuclear tensions | The Jerusalem  Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *