પાકિસ્તાને ફરી લુખ્ખી ધમકી આપી

પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો ઝરદારીએ સિંધુ-જળ-સમજૂતિ અંગે લુખ્ખી ધમકી આપી છે. પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદ, નેશનલ-એસેમ્બલીમાં તેઓએ કહ્યું કે જો તે સમજૂતીને ભારત અમલી નહીં કરે તો આપણે એક વધુ યુદ્ધ માટે પણ તૈયાર છીએ. ‘ઓપરેશન-સિંદૂર’ અંગે પણ હળાહળ જુઠ્ઠું બોલતાં તેમણે કહ્યું કે, આપણે તે યુદ્ધમાં વિજયી થયાં છીએ. જો સિંધુ-જળ-સંધિ ભારત અમલી નહી કરે તો આપણે ભારત સાથે યુદ્ધ કરીશું અને અન્ય ૩ નદીઓનાં જળ છીનવી લેશું. તે નદીઓનાં જળ વાપરવા માટે પાકિસ્તાને, ભારતને મંજૂરી આપી છે.

gif;base64,R0lGODlhAQABAAAAACH5BAEKAAEALAAAAAABAAEAAAICTAEAOw==

બિલાવલે આગળ કહ્યું કે, ભારત કહે છે કે, સિંધુ સમજૂતી ખતમ થઈ ગઈ છે. પરંતુ તે સમજૂતી તો વર્લ્ડ બેન્કે કરાવી હતી. તેની ઉપર ભારતે પ્રતિબંધ મુક્યો છે. પરંતુ તે ગેરકાયદે છે. ભારત જો નહીં માને તો આપણે ભારત સાથે યુદ્ધ કરીશું અને ભારતની ૩ નદીઓનાં જળ અટકાવી દેશું. આમ ભારત પાસે એક પણ નદીનાં જળ નહીં રહે.

Pakistan's Foreign Minister Bilawal Bhutto Zardari Pledges to Fortify Ties  with Russia - Republic Policy

ઑપરેશન સિંદૂર વાસ્તવિકતા જ ફેરવી નાથી તેમણે. પાકિસ્તાની સમવાયમંત્રીએ સંસદમાં આગળ કહ્યું : આપણે તેમાં વિજયી થયા હતા, આપણું લશ્કર અને એરફોર્સ ઘણાં જ સક્ષમ અને બળવાન છે. ભારતની ટીકા જ કરવી. તે તેઓનું એક માત્ર ધ્યેય હોય, તેવી રીતે તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારત ફાવતું નથી, આઈએમએફ દ્વારા પાકિસ્તાનને અપાનારી લોન રોકવા તેણે પ્રયત્નો કર્યા પણ તેમાં નિષ્ફળ રહ્યું. પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાના તેના પ્રયત્નો નિષ્ફળ ગયા.

પાકિસ્તાને ફરી લુખ્ખી ધમકી આપી કહ્યું : સિંધુનાં જળ માટે ફરી યુદ્ધ કરશું : છ નદીઓનાં જળ છીનવી લેશું 1 - image

ભૂટ્ટો તે ભૂલી ગયા કે, પાકિસ્તાન સીધું ચીનના ખોળામાં બેસી ન જાય તેથી જ અમેરિકાએ પાકિસ્તાનને આઈએમએફની લોન અપાવી હતી. તેમજ રાજકીય ક્ષેત્રે તે ચીનનું પાલતુ બની ન જાય તેથી તેને આતંકી-રાષ્ટ્ર જાહેર કરાયું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *