ઇમરજન્સીના ૫૦ વર્ષ પૂરા થયા છે. તે પ્રકરણને યાદ કરીને ભાજપ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. આ પ્રસંગે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં બે મિનિટનું મૌન રાખ્યું હતું.
ઇમરજન્સીના ૫૦ વર્ષ પૂરા થયા છે. તે પ્રકરણને યાદ કરીને ભાજપ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. આ પ્રસંગે કેન્દ્ર સરકારે પણ સંકલ્પ લીધો છે, કેબિનેટની બેઠકમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારે એક ઠરાવ પણ પસાર કર્યો છે.
ઈમરજન્સીને લઈને પીએમ મોદીએ શું કહ્યું?
આ પહેલા પીએમ મોદીએ ઇમરજન્સીને લઇને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે ભારતના લોકતાંત્રિત ઇતિહાસના સૌથી કાળા અધ્યાયોમાંથી એક કટોકટી લાગુ થયાને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. ભારતના લોકો આ દિવસને બંધારણ હત્યા દિવસના રુપમાં ઉજવે છે. આ દિવસે ભારતીય બંધારણમાં જણાવેલ મૂલ્યોને બાજુએ મૂકી દેવામાં આવ્યા હતા, મૂળભૂત અધિકારોને સ્થગિત કરવામાં આવ્યા હતા, પ્રેસની સ્વતંત્રતા ખતમ કરી દીધી હતી અને ઘણા રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એવું લાગતું હતું જ્યારે તે સમયે સત્તાધારી કોંગ્રેસ સરકારે લોકશાહીને બંધક બનાવી દીધી હતી.
પીએમ મોદીની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મોટા નેતાઓએ પણ કટોકટીને દેશની લોકશાહી માટે એક કાળો અધ્યાય ગણાવ્યો હતો અને કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. પત્રકાર પરિષદ દ્વારા ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આડે હાથ લેવાનું કામ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ખડગેએ દેશના વડાપ્રધાન માટે અપશબ્દો કહ્યા.