અમિત શાહે કહ્યું કે હું પૂરા દિલથી માનું છું કે હિન્દી કોઈ પણ ભારતીય ભાષાની દુશ્મન ન હોઈ શકે. હિન્દી એ બધી ભારતીય ભાષાઓની મિત્ર છે અને હિન્દી અને ભારતીય ભાષાઓ સાથે મળીને આપણા સ્વાભિમાન કાર્યક્રમને તેના અંતિમ ધ્યેય સુધી લઈ જઈ શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કેન્દ્ર અને રાજ્યોમાં ઓફિશિયલ વર્ક માટે ભારતીય ભાષાઓના ઉપયોગ પર ફરીથી ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે હું પૂરા દિલથી માનું છું કે હિન્દી કોઈ પણ ભારતીય ભાષાની દુશ્મન ન હોઈ શકે. હિન્દી એ બધી ભારતીય ભાષાઓની મિત્ર છે અને હિન્દી અને ભારતીય ભાષાઓ સાથે મળીને આપણા સ્વાભિમાન કાર્યક્રમને તેના અંતિમ ધ્યેય સુધી લઈ જઈ શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈ પણ ભાષાનો વિરોધ નથી, કોઈ પણ વિદેશી ભાષાનો વિરોધ ન થવો જોઈએ, પરંતુ આગ્રહ પોતાની ભાષાનું ગૌરવ હોવું જોઈએ. આગ્રહ પોતાની ભાષા બોલવાનો હોવી જોઈએ, આગ્રહ પોતાની ભાષામાં વિચારવાનો હોવો જોઈએ. આપણે ગુલામીની માનસિકતાથી મુક્ત થવું જોઈએ અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાની ભાષા પર ગર્વ નહીં કરે, પોતાની ભાષામાં વાત નહીં કહે ત્યાં સુધી આપણે ગુલામીની માનસિકતાથી મુક્ત થઈ શકીએ નહીં.
અમિત શાહે કહ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં, ભાષાનો ઉપયોગ ભારતના ભાગલા પાડવાના સાધન તરીકે કરવામાં આવ્યો છે. તેઓ તેને તોડી શક્યા નહીં, પરંતુ પ્રયત્નો કરવામાં આવ્યા. અમે સુનિશ્ચિત કરીશું કે આપણી ભાષાઓ ભારતને એક કરવા માટે શક્તિશાળી માધ્યમ બને. આ માટે રાજભાષાનો વિભાગ કામ કરશે. મને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં જે પાયો નાખવામાં આવી રહ્યો છે, તે ૨૦૪૭ માં એક મહાન ભારતનું નિર્માણ થશે અને મહાન ભારત બનાવવાના રસ્તા પર આપણે ભારતીય ભાષાનો વિકાસ કરીશું, તેમને સમૃદ્ધ બનાવીશું, તેમની ઉપયોગિતામાં વધારો કરીશું.