શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ રથયાત્રા પર્વ નિમિત્તે આજરોજ રથયાત્રા મહોત્સવનો આનંદ માણ્યો

જય જગન્નાથ જય રણછોડ માખણ ચોર શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ રથયાત્રા પર્વ નિમિત્તે આજરોજ રથયાત્રા મહોત્સવનો આનંદ માણ્યો સાથે સાથે રથયાત્રા પર્વ શું છે તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત કરી શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં રથયાત્રા પર્વનો ઉત્સવ પ્રથમવાર મનાવવામાં આવ્યો છે

આ શાળાઓ વર્ષ ૧૯૪૬ થી શૈક્ષણિક કાર્યરત છે તેમાં પ્રથમ વાર આ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની તૈયારી બે દિવસ પહેલાથી કરવામાં આવી હતી જેની અંદર જગન્નાથ ભગવાન એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ સુભદ્રાજી અને બલરામજીના પ્રત્યક્ષ સ્વરૂપ વિદ્યાર્થીઓ બનીને આવ્યા હતા આ પર્વમાં સરખેજ ગામમાં ભારતી આશ્રમ છે અને તેમના મહંત શ્રી ઈશ્વવરાનંદ ભારતીબાપુ (ઇકાબાપુ )અને આ મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈએ મહંતશ્રીનું પુષ્પહાર પહેરાવી અને સ્વાગત કર્યું હતું ત્યારબાદ જગન્નાથ ભગવાન સુભદ્રાજી અને બલરામજીનું પૂજન કરવામાં આવ્યું આરતી કરવામાં આવી અને નગરયાત્રાનું પ્રારંભ થયું પ્રારંભમાં બલરામ જીના રથની દોરી મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ તેમજ આશ્રમના મહંત શ્રી થાનાપતિ ઈશ્વર આનંદ આરતી ( ઇકાબાપુ ) એ રથખેંચી નગરયાત્રા શરૂ કરી હતી સૌથી આગળ લેઝીમ. કરાટે. ફેન્સીંગ. ત્યારબાદ ભગવાન બલરામજી નો રથ હતો ત્યાર પછી પહેલવાન. લાકડી બાજ. ચક્રબાજ. કરતકો હતા ત્યાર પછી સુભદ્રાજીનો રથ હતો પછી તલવારબાજી. શોભાયાત્રામાં અભિવૃદ્ધિ થાય તે માટે વિદ્યાર્થીનીઓએ ચણિયાચોળી અને માથે કળશ ઉપર શ્રીફળ લઈ રથની સાથે સાથે ચાલતી હતી.

રથયાત્રા શરૂ થઈ એટલે શાળા પરિસર ની અંદર જ સરસપુર કે જ્યાં ભગવાનનું મોસાળુ થાય છે તેવું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ રીતે શાળામાંથી ગેટ નંબર એકથી શાળા પરિસરની બહાર સરખેજ ગામમાં નગરયાત્રા કરી અને ગેટ નંબર બે થી શાળામાં પ્રવેશ કરી રથયાત્રા મહોત્સવની પૂર્ણાહુતિ કરી હતી.

શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર મુક્ત
આ યાત્રાના પાવન પુણ્યથી તમારા બધાના જીવનમાં
સુખ, સમુદ્ધિ, સૌભાગ્ય, યશ અને આરોગ્ય સ્થાપિત થાય
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ

Rathyatra Images – Browse 2,650 Stock Photos, Vectors, and Video | Adobe  Stock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *