ઈરાનને ટ્રમ્પની મોટી ઓફર

ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ અમેરિકાની ટ્રમ્પ સરકારે ઈરાન સાથે એક નવો કરાર કરવાની યોજના બનાવી છે. જેમાં ઈરાનને ૩૦ અબજ ડોલર  (રૂ. ૨.૫૭ લાખ કરોડ) સુધીની સહાયતા, પ્રતિબંધોમાં રાહત અને ફ્રીઝ કરેલા અબજો ડોલરની રકમ મુક્ત કરવાની રજૂઆત સામેલ છે. 

Trump urged to threaten Iran nuclear program with force | Iran International

અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરતાં તેના ત્રણ પરમાણુ મથક પર હુમલો કર્યો હતો. હવે યુદ્ધવિરામ બાદ તેણે ઈરાન સાથે પરમાણુ સમાધાન પર ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં ઈરાનને એક નોન એનરિચમેન્ટ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે ૩૦ અબજ ડોલર (રૂ. ૨.૫૭ લાખ કરોડ)ની સહાયતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ ફંડનો ઉપયોગ વીજ મશીનરી જેવા નાગરિક ઉર્જા ઉત્પાદન માટે થશે. ટ્રમ્પ સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ રકમ અમેરિકા દ્વારા આપવામાં નહીં આવે. પરંતુ તેના અરબ પાર્ટનર્સ (કતાર, યુએઈ, અને સાઉદી અરેબિયા) દ્વારા આપવામાં આવશે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, અમે આ બેઠકનું નેતૃત્વ કરવા તૈયાર છીએ. પરંતુ આ પ્રોજેક્ટમાં અમે ફંડિંગ નહીં આપીએ.

Will Donald Trump Finally Get His Moment of Peace With Iran? - Newsweek

પ્રસ્તાવમાં ઈરાન પર મૂકવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવા અને વિદેશી બેન્કોમાં ફ્રીઝ કરવામાં આવેલી 6 અબજ ડોલરની રકમ મુક્ત કરવાની વાત સામેલ છે. આ રકમ ૨૦૨૩ માં અમેરિકા-ઈરાન કેદી અદલા-બદલી કરાર હેઠળ કતારમાં જમા હતી. પરંતુ ઈરાન તેનો સ્વતંત્ર રૂપે ઉપયોગ કરી શકતું ન હતું. ઈરાને માગ કરી છે કે, તમામ પ્રતિબંધ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે. જેથી ક્રૂડ આધારિત અર્થવ્યવસ્થા પ્રભાવિત ન થાય.

Trump withdraws from the Iran nuclear deal. What now? - Bulletin of the  Atomic Scientists

અન્ય એક પ્રસ્તાવમાં અમેરિકાએ ભલામણ કરી છે કે, હાલમાં જ હુમલામાં ક્ષતિગ્રસ્ત બનેલી ફોર્ડો પરમાણુ સુવિધાને  નોન-એનરિચમેન્ટ ન્યૂક્લિયર પ્લાન્ટ તરીકે પુનઃસ્થાપિત કરવા ચૂકવણી કરશે. આ સુવિધા ઈરાનમાં હશે કે નહીં તેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.

Trump accuses Iran of delaying nuclear talks, warns against nuclear weapon  development

અમેરિકાએ શરત મૂકી છે કે, ઈરાને યુરેપિયન એનરિચમેન્ટ સંપૂર્ણપણે બંધ કરવુ પડશે. ટ્રમ્પ સરકારના ખાસ દૂત સ્ટીવ વિટકૉફે જણાવ્યું હતું કે, એનરિચમેન્ટ વિના ઈરાન એક નાગરિક પરમાણુ કાર્યક્રમ કેવી રીતે બનાવી શકે છે. હવે અમે ચર્ચા કરી રહ્યા છીએ। જ્યારે ઈરાન સતત દલીલ કરતું રહ્યું છે કે, તેની પાસે ન્યૂક્લિયર એનરિચમેન્ટનો અધિકાર હોવો જોઈએ. કારણકે, તે ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રિટી ધરાવે છે.

Rathyatra Images – Browse 2,650 Stock Photos, Vectors, and Video | Adobe  Stock

શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર મુક્ત
આ યાત્રાના પાવન પુણ્યથી તમારા બધાના જીવનમાં
સુખ, સમુદ્ધિ, સૌભાગ્ય, યશ અને આરોગ્ય સ્થાપિત થાય
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *