સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે ચીનમાં યોજાયેલી એસસીઓ બેઠકમાં સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો. રાજનાથ સિંહના આ પગલાંને વિદેશ મંત્રી એસ. જયશંકરે યોગ્ય ઠેરવ્યું છે. એસ જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઑર્ગેનાઇજેશન(એસસીઓ)ના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર ન કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે એસસીઓ ના સભ્ય દેશ સંયુક્ત નિવેદનમાં આતંકવાદનો કોઈ ઉલ્લેખ ઇચ્છતા નથી, જ્યારે સંગઠન આતંકવાદ સામે લડવાના ઉદ્દેશ્યથી રચાયું હતું. જ્યારે એક દેશ આતંકવાદ પર વાત કરવા માગતો નથી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદ સામે લડવાનો છે અને તમે તેનો ઉલ્લેખ કરવા માગતા નથી. જેથી રાજનાથ સિંહ દ્વારા તેનો અસ્વીકાર યોગ્ય નિર્ણય છે. એક દેશ છે જે આતંકવાદ પર વાત કરવા પણ માગતું નથી. જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ કટાક્ષ કરતાં કહ્યું કે, તમે અંદાજ લગાવી શકો છો કે, તે કયો દેશ છે? એસસીઓ સર્વસંમતિથી ચાલે છે. જો નિવેદનમાં આતંકવાદનો ઉલ્લેખ નથી. તો અમે તેના પર હસ્તાક્ષર કરીશુ નહીં.
ચીનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઑર્ગેનાઇજેશનના સંમેલનમાં ભાગ લેવા ગયેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે તેના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે આતંકવાદ સંબંધી ચિંતાઓ પર ખાસ કરીને ૨૨ એપ્રિલના રોજ પહલગામ આતંકી હુમલામાં ૨૬ લોકોની હત્યાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મોટાભાગના પર્યટક હતા. જેથી એસસીઓ ના નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો.
એસસીઓ ની બેઠકમાં ભારત ઉપરાંત કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, કઝાકિસ્તાન, ઉજબેકિસ્તાન, ઈરાન અને બેલારૂસ સામેલ છે. ભારત ૨૦૧૭ માં એસસીઓ નો સભ્ય બન્યું હતું. ૨૦૨૩ માં રોટેશનલ ચેરમેન પદ ગ્રહણ કર્યું હતું.
શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર મુક્ત
આ યાત્રાના પાવન પુણ્યથી તમારા બધાના જીવનમાં
સુખ, સમુદ્ધિ, સૌભાગ્ય, યશ અને આરોગ્ય સ્થાપિત થાય
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ