ટ્રમ્પે ગાઝા યુદ્ધ અંગે પણ કરી મોટી જાહેરાત

મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થયો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ ક્ષેત્રમાં ફરી શાંતિ સ્થાપિત થઈ છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ઈરાનના પરમાણુ સ્થળોનો હવાઈ હુમલા દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો અમે ફરી ઈરાન પર હુમલો કરવામાં ખચકાઈશું નહીં. જો ઈરાન ભવિષ્યમાં ફરી સંવેદનશીલ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરશે તો અમેરિકા તેના પર એટેક કરશે. 

Trump says Iran must open itself to inspection to verify it doesn't restart  its nuclear program | AP News

ટ્રમ્પે એ દાવાઓને પણ ફગાવી દીધા હતા કે ઈરાનના પરમાણુ સ્થળોને એટલું નુકસાન થયું નથી જેટલો તે દાવો કરી રહ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી અથવા અન્ય કોઈ પ્રતિષ્ઠિત સ્ત્રોત દ્વારા ઈરાનના પરમાણુ સ્થળોના નિરીક્ષણને સમર્થન આપ્યું છે. આ દરમિયાન ટ્રમ્પ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ 15 દિવસમાં સમાપ્ત થઈ જશે. અમેરિકનપ્રમુખ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ ગાઝામાં યુદ્ધ બંધ કરવા અને અબ્રાહમ એકોર્ડનો વિસ્તાર કરવા સંમત થયા છે. યુએઈ અને ઇજિપ્તના સહયોગથી ઈઝરાયલના નેતૃત્વમાં ગાઝામાં સરકાર ચલાવવાની પણ વાત થઈ છે.

Report: Trump vetoed elimination of Khamenei

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું જો ઈરાન ચિંતાજનક સ્તર સુધી યુરેનિયમ સંવર્ધન કરશે તો તો અમારા માટે ચિંતાનો વિષય છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની ટિપ્પણીઓનો ટૂંક સમયમાં જવાબ આપવાનું વિચારી રહ્યા છે. હકીકતમાં, યુદ્ધવિરામ પછી ખામેનેઈએ કહ્યું હતું કે ઈરાને કતારમાં અમેરિકન સૈન્ય મથકનો નાશ કર્યો છે. આ અમેરિકાના મોઢા પર તમાચો છે.

વિનાયક ચોથ

Happy Ganesh Chaturthi 2024 Images: ગણેશ ચતુર્થી પર સોશિયલ મીડિયા પર શેર  કરી શકો છો આ તસવીરો, સ્ટેટસ લગાવો - Happy Ganesh Chaturthi 2024 Images,  Photos, HD Wallpaper Download for Wishes, Quotes ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *