ગુજરાતમાં આગામી ૬ દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૪ જુલાઈ સુધી રાજ્યના ૧૩ થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે હવામાન વિભાગના આગામી ત્રણ કલાકના નાવકાસ્ટ મુજબ ૫ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આગામી ૬ દિવસ ક્યાં-કેવો વરસાદની શક્યતા છે. 

monsoon-2025-mumbai-rain-breaks-107-year-record-india-arrival-update |  Bhaskar English

હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ, (૨૮ જૂન) સાંજે ૦૭:૦૦ વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસામા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ 1 - image

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (૨૯ જૂન) કચ્છમાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.  

Heavy rains lash parts of Gujarat: Moderate showers predicted in 17  districts today; Meteorological dept issues 7-day alert - Gujarat News |  Bhaskar English

૩૦ જૂને ૧૩ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

IMD predicts monsoon rains over Northwest & Central India in next 2 days-  The Daily Episode Network

૧-૨ જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Mumbai Road Turned Into 'Swimming Pool' by Heavy Monsoon Rain

૩ જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે ૪ જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *