મગ એ પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે. જ્યારે મગને ફણગાવવામાં આવે છે, ત્યારે તેમની પોષક તત્ત્વોની કિંમત અનેકગણી વધી જાય છે.
આપણા દાદી-નાનીના સમયથી કહેવાતું આવ્યું છે કે સવારે ખાલી પેટે પૌષ્ટિક આહાર લેવો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આવોજ જ એક ઉત્તમ હેલ્ધી ઓપ્શન છે ફણગાવેલા મગ. સવારે ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. અહીં જાણો વિગતવાર
ફણગાવેલા મગ શા માટે બેસ્ટ?
મગ એ પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે. જ્યારે મગને ફણગાવવામાં આવે છે, ત્યારે તેમની પોષક તત્ત્વોની કિંમત અનેકગણી વધી જાય છે. ફણગાવવાની પ્રક્રિયાથી મગમાં રહેલા જટિલ કાર્બોહાઇડ્રેટ્સ સરળ શર્કરામાં રૂપાંતરિત થાય છે, જે પચવામાં સરળ બને છે. ઉપરાંત, વિટામિન સી અને બી કોમ્પ્લેક્સનું પ્રમાણ પણ વધે છે.