ચોમાસાની શરુઆતમાં જે જોર હતું તે થોડું નરમ પડ્યું હતું. હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, ચોમાસાની શરુઆતમાં જે જોર હતું તે થોડું નરમ પડ્યું હતું. હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે મંગળવાર માટે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
હવામાન વિભાગે આજે ૧ જુલાઈ ૨૦૨૫, મંગળવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.