તારીખ :૦૧/૦૭/૨૦૨૫ને મંગળવારના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને શાળાના સંગીત શિક્ષકો આજ રોજ આકાશવાણી કેન્દ્ર ઈન્ક્મટેક્સ અમદાવાદ મુકામે લોકગીત અને સમુહ ગીતના રેકોર્ડિંગ માટે ગયા હતા જેનું સંભવિત પ્રસારણ તારીખ ૧૨/૦૭/૨૦૨૫ના રોજ થનાર છે.
આકાશવાણી કેન્દ્રનું નામ તો બાળકોએ સાંભળ્યું હતું પરંતુ તે બાળકોને ત્યાં જઈને ગીત રેકોર્ડિંગ કરવા મળ્યુ તે બદલ વિદ્યાર્થીઓમાં ખૂબ ખુશી જોવા મળી હતી.
ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ
*સોલંકી નવ્યા રણજીતભાઈ
*પ્રજાપતિ સોનાક્ષી હિંમતભાઈ
*પરમાર હિમાંશી દિપકભાઈ
*મોઢેરા પ્રાપ્તિ કિરણભાઈ
*ચૌહાણ જીનલ ગીરીશભાઈ
અને સાથે આચાર્યશ્રી પણ ત્યા હાજર રહીને બાળકોને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.