બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામાએ પોતાના ઉપરાધિકારી પસંદ કરવા ઈનકાર કર્યો છે અને કહ્યું છે કે તે પસંદ કરવાનો અધિકાર માત્ર સ્વતંત્ર અને મુક્ત તિબેટીયનોને જ છે.
હીઝ હોલીનેસ ૬ઠ્ઠી જુલાઈએ ૯૦ વર્ષના થશે, તેથી સહજ રીતે જ તેઓના ઉત્તરાધિકારીનો પ્રશ્ન ચર્ચામાં ચાલે છે. આ અંગે એક નિવેદન પ્રસિદ્ધ કરતાં તેઓએ કહ્યું હતું કે, છેલ્લા ૧૪ વર્ષથી તેમને તિબેટ, રશિયા, મોંગોલિયા અને ચીનમાંથી પણ મારા ઉત્તરાધિકારી પસંદ કરવા વિનંતી થઈ રહી છે. (રશિયામાં કારિયન સીના ઉત્તર-પૂર્વે તટે રહેલા ‘કાલ્મુક્સ’ બૌદ્ધધર્મી છે)
૨૪ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિને જ મેં જણાવ્યું હતું કે તિબેટીયનોનાં બનેલા ગાડેન ફોટ્રાંગ ટ્રસ્ટને જ ભાવિ ‘દલાઈ લામા’ પસંદ કરવાનો અધિકાર છે. તેઓ પરંપરાને અનુલક્ષીને તે પ્રક્રિયા પૂરી કરશે.
પ્રેસિડેન્ટ ઓફ ધી સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન પેનપા, ત્સેરિંગ સિક્યોંગે કહ્યું હતું કે ‘ધર્મશાલામાં યોજાયેલી’ ૧૫મી તિબેટીયન ધાર્મિક પરિષદ દરમિયાન આ અંગે નિર્ણય લેવાઈ ગયો હતો, જે હીઝ હોલીનેસનાં મંતવ્યને અનુરૂપ છે.
એક વાત એવી પણ વહેતી થઈ છે કે, વર્તમાન દલાઈ લામા ભારતમાં રહેતા હોવા છતાં ચીને તિબેટમાં પોતાનાં ‘દલાઈ-લામા’ને તે પદ ઉપર મૂકી દીધા છે. આ અંગે વિશ્વભરના બૌદ્ધોનો વિરોધ છે. તેઓ કહે છે કે, વર્તમાન દલાઈ લામા જ અમારા મુખ્ય ધર્મગુરૂ છે અને તેઓનાં મંતવ્ય પ્રમાણે જ નક્કી કરાયેલા ‘દલાઈ લામા’ને સ્વીકારીશું અને ઠોકી બેઠેલા દલાઈ લામાને નહીં.