સુરતમાં શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત, ૪૮ કલાક ભારેથી ભારે વરસાદની કરાઈ આગાહી, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહીને લઈ હવે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. વિગતો મુજબ સુરત શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા સુરતમાં આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
સુરતમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયું છે. હવામાનની આગાહી વચ્ચે આજે સુરતના કાપોદ્રા, સરથાણા, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે ડભોલી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
સુરતમાં તાજેતરમાં આવેલ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા બાદ હવે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. આ તરફ હવે હવામાન વિભાગે પણ આગામી ૪૮ કલાક માટે અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હોઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સુરતમાં વરસાદી માહોલ જામતા સુરત ગ્રામ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પત્રમાં તેમણે કહ્યું કે, તાપી નદીમાં વાલક પાસે આ પાણી ડાયવર્ટ કરી શકાય છે. જેમાં ૧૨ x ૧૨ ડાયા મીટરની પાઇપ લાઇન નાખી ખાડીપુર ટાળી શકાય છે. આ સાથે વાલક પાસે તાપી નદીમાં આ વરસાદી પાણી વાળી શકાય છે. આ તરફ મથુર સવાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી આ બાબતે ચોક્કસ વિચારશે અને શહેરના હિતમાં નિર્ણય કરશે. આ સાથે હવે કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીએ આ મામલે પત્ર લખી મથુર સવાણીનું સમર્થન કર્યું છે.