જાણો ૦૬/૦૭/૨૦૨૫ રવિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

દેવશયની એકાદશી

ચાતુર્માસ પ્રારંભ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ,ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૧ મિ. (સુ) ૬ (ક.) ૫૨ મિ. (મું) ૬ ક. ૫૬ મિ.

જન્મ રાશિ :- તુલા (ર,ત) ૧૬ ક. ૦૧ મિ. સુધી પછી વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.

નક્ષત્ર : વિશાખા ૨૨ ક. ૪૨ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય-મિથુન મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-વૃષભ શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-તુલા ૧૬ ક. ૦૧ મિ. સુધી પછી વૃશ્ચિક.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપ્ચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬:૩૦ થી ૧૮:૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ/સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧/દક્ષિણાયન વર્ષા ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અષાઢ / ૧૫ વ્રજ માસ : અષાઢ 

માસ-તિથિ-વાર:- અષાઢ સુદ અગિયારસ

– દેવશયની એકાદશી – દેવપોઢી એકાદશી

– ચાતુર્માસ પ્રારંભ

– ગૌરીવ્રત પ્રારંભ

– પંઢરપુર યાત્રા

– મોળાકત-ગૌરીવ્રત પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ મહોરમ માસનો ૧૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪/બહમન માસનો ૨૬મો રોજ અસ્તાદ

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

ત્રણ રાશિના જાતકોને આજે તેમની સમસ્યામાંથી મળશે મુક્તિ

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવશે. આજે તમારા મનમાં કોઈ કામને લઈને શંકા હોય તો એ કામમાં બિલકુલ આગળ ના વધો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે પોતાના જુનિયર્સનો સાથ મળશે. દૂર રહેતાં પરિવારના કોઈ સભ્ય પાસેથી આજે નિરાશાજનક માહિતી મળી શકે છે. આજે તમારું કોઈ બગડેલું કામ બની રહ્યું છે. કોઈ લાંબી યાત્રા પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. આજે તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેશે. આજે તમે શારીરિક સમસ્યાઓ તરફ દુર્લક્ષ કરશો. આજે કોઈ બીજાના ભરોસા પર કામ ના છોડો, નહીં તો એ કામ અધૂરું રહેશે. આજે તમે મોજ-શોખની પાછળ થોડા વધારે પૈસા ખર્ચ કરશો. આજે તમારી મુલાકાત કેટલાક ખાસ લોકો સાથે થઈ શકે છે. પાર્ટનરશિપમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. કળા અને કૌશલમાં સુધારો આવશે. આજે તમે બિઝનેસને લઈને પણ જરૂરી નિર્ણય લઈ શકો છો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે મનચાહ્યા કોર્સમાં એડમિશન મળી શકે છે. જો તમારા આસપાસમાં આજે કોઈ સમસ્યા હતી, જેમાંથી તમને છુટકારો મળશે. આજે કોઈ મિત્ર માટે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. આવક અને ખર્ચમાં સંતુલન જાળવાની આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. આજે કોઈ જરૂરી માહિતી તમારે બીજા લોકો સાથે શેર ના કરવી જોઈએ. જીવનસાથી સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે સારો રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં આજે વૃદ્ધિ થશે. પિતા સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. આજે તમે તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો. જીવનસાથી સાથે આજે કોઈ પ્રોપર્ટીને લઈને વાતચીત થઈ શકે છે. આજે તમારે જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. આજે તમારી અંદર સ્પર્ધાનો ભાવ જોવા મળશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી નોકરી મેળવવાનો રહેશે. આજે તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે, નહીં તો પાછળથી પસ્તાવો થઈ શકે છે. આજે તમે કોઈ કામ માટે અરજી વગેરે કરી હશે તો એ પણ મળી જશે. વાહનમાં ખરાબી સર્જાતા આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. પૈસા બચાવવાનો પ્રયાસ કરો, જેથી ભવિષ્યમાં કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો ના કરવો પડે. પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીક-ઠાક રહેશે. આજે તમારે તમારા જરૂરી કામ પહેલાં નિપટાવવાનો પ્રયાસ કરો, નહીં તો પિતાનો ઠપકો સાંભળવો પડશે. આજે ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થશે. કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આજે તમે કોઈ કામને લાંબા સમયથી પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યા હશો તકો તો એ કામ પૂરું થશે. આજે તમારી યોજનાનો પણ પૂરેપૂરો લાભ મળશે. પોતાના ખર્ચને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કામની યોજના બનાવીને આગળ વધવાનો રહેશે. આજે તમારી આસપાસના લોકો સાથે વાદવિવાદ થવાની શક્યતા છે. આજે તમને તમારા સહકર્મચારીઓને કોઈ વાત કહેવાનો મોકો મળશે. બોસ તમારા કામથી ખૂબ જ ખુશ થશે. આજે તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તે પાછા માગી શકે છે. કામના સ્થળે આજે ઉતાવળ કરશો તો સમસ્યા પેદા થશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આજે કોઈ જૂની સમસ્યા તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. આજે તમે બીજાના કામમાં વધારે ધ્યાન આપશો. તમે આરામમાં સમય પસાર કરશો. ઘરના રિનોવેશન માટે પણ થોડા પૈસા ખર્ચ કરશો. તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરશો. નવું વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન મળતાં ખુશીનો પાર નહીં રહે.

આજનો દિવસ ધન રાશિના જાતકો માટે સમસ્યાઓ લઈને આવશે. આજે તમે તમારા બિઝનેસની સમસ્યાને કારણે ચિંતિત રહેશો. આજે તમારી ગુસ્સો કરવાની આદત જ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે તમે ખૂબ જ સમજી વિચારીને બોલશો તો તમારા માટે સારું રહેશે. સંતાનની સોબત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં પડી શકે છે. જીવનસાથી તમને તમારા કામમાં સોબત આપશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે. આજે તમે એક સાથે અનેક કામ સાથે લેશો એટલે તમે થોડા વ્યસ્ત રહેશો. ખર્ચને આજે થોડા નિયંત્રિત કરશો તો તમારા માટે સારું રહેશે. આવે તમારે તમારી આવકને ધ્યાનમાં લઈને જ બધું પ્લાનિંગ કરવું જોઈએ, નહીં તો પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે છે. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન નક્કી થશે, જેને કારણે ઘરમાં હસી-ખુશીનો માહોલ રહેશે.

કુંભ રાશિના રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે, કારણ કે એમને એમના કામથી જ નવી ઓળખ મળશે. આજે વાહનનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. સંતાને આજે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હશે તો તેના પરિણામ આવી શકે છે. આજે તમને તમારા લીધેલા કોઈ નિર્ણયને કારણે પસ્તાવવાનો વારો આવશે. આજે તમારી મહેનત રંગ લાવશે અને તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી સાવધાની રાખવાનો રહેશે, કારણ કે કામના સ્થળે આજે વિરોધી તમારા વિરૂદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે. આજે તમારે તમારી બુદ્ધિ પર નિયંત્રણ રાખવું પડશે. પારિવારિક કલેષ આજે તમારા માટે માથાનો દુઃખાવો બની શકે છે, જેને તમે વરિષ્ઠ લોકોની સલાહથી દૂર કરશો. કોઈ અજાણ્યા લોકો પર આજે બિલકુલ ભરોસો ના કરવો જોઈએ. આજે તમે માતાને તમારા મનની કોઈ ઈચ્છા જણાવશો, જેને તેઓ પૂરી કરવાનો પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *