હિમાચલમાં ફરી આભ ફાટ્યું!

હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું છે. મંડી બાદ ચંબા વિસ્તારમાં પણ આભ ફાટતાં પૂરની તારાજી સર્જાઈ છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ખોરવાઈ ગયુ છે. ૨૬૧ થી વધુ રસ્તાઓ ધોવાયા છે. આગામી ત્રણ દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મૃત્યુઆંક વધીને ૭૪ થયો છે. ૭૦ થી વધુ લોકો હજી ગુમ છે. એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની બચાવ ટુકડી સતત બચાવ કામગીરી હાથ ધરી છે.

હિમાચલમાં ફરી આભ ફાટ્યું! મંડી, ચંબામાં અનેક રસ્તા ધોવાયા, મૃતકાંક 74 થયો, જનજીવન અસ્તવ્યસ્ત 1 - image

ચંબા જિલ્લામાં ભયાવહ રીતે આકાશમાંથી આફત વરસી રહી છે. નાકોર્ડ-ચંજુ રસ્તા નજીક આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયુ છે. લોખંડનો બ્રિજ તણાઈ ગયો છે. રસ્તાઓ ધોવાઈ જતાં પરિવહન ખોરવાયું છે. અનેક સ્થળોએ ભુસ્ખલનની ઘટના બની રહી છે. જો કે, કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

Shimla Cloudburst, Himachal Cloudburst, Uttarakhand Cloudburst: 14 dead in Himachal  Pradesh and Uttarakhand cloudbursts, rescue ops on - India Today

મંડી જિલ્લામાં પણ શનિવાર સુધીમાં આભ ફાટવાના ૧૦ કિસ્સા બન્યા છે. જેમાં ૧૪ થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ૩૧ થી વધુ ગુમ છે. અનેક પ્રાણી-જાનવરો પણ તણાયા હોવાના અહેવાલ છે. મંડીમાં પૂરની સ્થિતિ વચ્ચે બચાવ કામગીરી ચાલી રહી છે. ૧૩૧૭ ફૂડ કીટનુ વિતરણ કરવામાં આવ્યું હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ રાજીવ બિંદલે જણાવ્યું હતું.

હિમાચલમાં ફરી આભ ફાટ્યું! મંડી, ચંબામાં અનેક રસ્તા ધોવાયા, મૃતકાંક 74 થયો, જનજીવન અસ્તવ્યસ્ત 2 - image

હિમાચલમાં અતિ ભારે વરસાદના કારણે ૫૪૧ કરોડથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપ્યો છે. જો કે, મુખ્યમંત્રી સુખુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદના કારણે નુકસાનનો આંકડો ૭૦૦ કરોડ નજીક પહોંચ્યો છે. ૨૫૮ પાવર ટ્રાન્સફોર્મર અને ૨૮૯ જળ પુરવઠો યોજનાઓ અસરગ્રસ્ત થઈ છે. ૨૦ જૂનથી વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે કુલ ૭૪ લોકોના મોત થયા છે. ૧૧૫ થી વધુ ઘાયલ છે. જ્યારે ૭૦ લોકો ગુમ છે. 

Watch: Heavy rain triggers massive landslide in Himachal's Shimla, national  highway blocked | India News - The Times of India

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી આકાશમાંથી વરસી રહેલી આફત મુદ્દે વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. આગામી બુધવાર સુધી ચંબા, કુલ્લુ, કાંગડા, બિલાસપુર, હમીરપુર, સોલન, શિમલા, સિરમોર અને મંડીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ નવ જિલ્લામાં વહીવટી તંત્રને સતર્ક રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *