તારીખ :- ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં વર્ગ મોનિટર અને પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ હતી વર્ગમાંથી ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી અને વર્ગના બાળકોએ તેમાંથી યોગ્ય ઉમેદવારને તેમનો કિંમતી મત આપી મોનિટર અને પ્રતિનિધિનું ચયન કર્યું હતું.
આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા પ્રમાણે કરવામાં આવી હતી અને આ ચૂંટણી પ્રક્રિયા ટેકનોલોજી સાથે મોબાઇલ ની અંદર ઇવીએમ વોટીંગ મશીન એપ્લિકેશન દ્વારા કરવામાં આવી હતી. ચૂંટણી કરવાનો હેતુ વિદ્યાર્થીઓની અંદર નેતૃત્વતાના ગુણનો વિકાસ , નિર્ણય લેવાની કુશળતા અને લોકશાહી મૂલ્યોનો વિકાસ કરવાનો હતો. ચૂંટાયેલા મોનિટર અને પ્રતિનિધિ હવે વિવિધ જવાબદારીઓ સંભાળશે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ – ૨૬ દરમિયાન પોતાના વર્ગની સ્વચ્છતા, વર્ગખંડમાં શિસ્ત જળવાઈ રહે અને વર્ગની જરૂરિયાત જરૂરિયાત, તેમજ વિવિધ સ્પર્ધામાં બાળકોને ભાગ લઈ પ્રોત્સાહન આપી પોતાના વર્ગના બાળકોને કેવી રીતે આગળ ધપાવી શકાય તેવા પ્રયત્ન કરશે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા શાળાના આચાર્યશ્રી વેદાંગભાઈ રાજ્યગુરુના માર્ગદર્શન હેઠળ થયું હતું તેમજ સિનિયર શિક્ષક શ્રી હંસાબેન પટેલ અને વિનયભાઈ ત્રિવેદી ની દેખરેખ નીચે કરાયું હતું. આ ચૂંટણી પ્રક્રિયા મોબાઈલ દ્વારા કેવી રીતે કરવી તેની સમજ શિક્ષક શ્રી રાજેશભાઈ પ્રજાપતિએ આપી હતી. ધોરણ પાંચ થી આઠ ના વર્ગ શિક્ષકોએ ચૂંટણી વિશે અને ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકોને માહિતગાર કર્યા હતા અને ખૂબ જ રસ દાખવી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.