બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદથી મગફળી અને બાજરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.. અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ સતત જોવા મળી રહ્યું છૅ.. સતત વરસતા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના મગફળી અને બાજરીના તૈયાર પાકો નષ્ટ થઈ ગયા છે અને બાજરી મગફળી ફરી થી ઉગવા લાગી છે ત્યારે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે
વડગામ તાલુકામાં ૯ ઇંચ વરસાદ પાલનપુર તાલુકામાં ૭ ઇંચ સહીત ધાનેરા દાંતીવાડા અમીરગઢ દાંતા ડીસા કાંકરેજ દિયોદર સહિત ના તાલુકાઓમાં પણ વરસાદ વરસતા ખેડૂતોના મગફળી અને બાજરી ના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જેના કારણે હવે ખેડૂતોને મોટું નુકસાન વેથવાનો વારો આવ્યો છે
બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોએ ચાર મહિનાની મહેનત બાદ મગફળી બાજરી નો પાક તૈયાર કર્યો હતો અને હવે પાક લેવાની તૈયારીના સમયે સતત વરસાદ વરસતા આ પાકો નિષ્ફળ ગયા છે..તૈયાર પાક ના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે હવે મગફળી અને બાજરી નો પાક પણ ફરીથી ઉગવા લાગ્યો છે ત્યારે આ મગફળી હવે કોઈ કામ આવે તેમ નથી અને જેના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઇ છે
સાબરકાંઠા જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. ખાસ કરીને ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર અને ઈડર વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. આ ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને મોટું નુકશાન થયું છે. મગફળી, કપાસ સહિતના પાકો પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.
ખેડબ્રહ્મા તેમજ વડાલી વિસ્તારમાં એકજ રાતમાં ૧૩ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોને મોટુ નુકસાન થવા પામ્યું છે. મગફળી કપાસ સહિતના પાકોમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.